કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૧૦.ખેતર વચ્ચે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૦.ખેતર વચ્ચે|}} <poem> તગતગ્યાં બે દૂધભર્યાં ડૂંડાં લચેલાં સા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૦.ખેતર વચ્ચે|}} | {{Heading|૧૦.ખેતર વચ્ચે|રાવજી પટેલ}} | ||
<poem> | <poem> |
Latest revision as of 11:55, 17 June 2022
૧૦.ખેતર વચ્ચે
રાવજી પટેલ
તગતગ્યાં
બે દૂધભર્યાં ડૂંડાં લચેલાં સાવ પાસે !
રોમ પર એકાંત સરકે સીમનું.
હું શું કરું ?
ચોપાસ એની છોડ થઈ ઊગી ઊઠું,
પંખી બનીને
આ લીલુંછમ લ્હેરતું આકાશ
પાંખોમાં ભરી ઊડું ?
સૂકાં પડેલાં તૃણમાં રસ થઈ સરું ?
રે શું કરું ?
આંહીંથી ભાગી જઉં હું ક્યાંક,
પણ તે જાઉં ક્યાં ?
મારા ભણી વાલોળનો વેલો સરી આવે !
વેલો નહીં – એ તો
પવન-તડકો અને માટી બધું ભેગું થઈને વેગથી —
(અંગત, પૃ. ૧૦)