કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૯.મારા રે હૈયાને તેનું પારખું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૯.મારા રે હૈયાને તેનું પારખું|}} <poem> ક્યારે રે બુઝાવી મારી દ...")
 
No edit summary
 
Line 28: Line 28:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = ૮.એક છોરી
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = ૧૦.એક દિવસ તો આવ પ્રભાત!
}}
}}

Latest revision as of 08:44, 24 June 2022


૯.મારા રે હૈયાને તેનું પારખું

ક્યારે રે બુઝાવી મારી દીવડી, ક્યારે તજી મેં કુટિર;
કઈ રે ઋતુના આભે વાયરા, કઈ મેં ઝાલી છે દિશ :
નહીં રે અંતર મારું જાણતું.

કેવાં રે વટાવ્યાં વન મેં આકરાં, ઊંચા ઊંચા પહાડ;
કેમ રે વટાવી, ઊભી માર્ગમાં, અંધારાની એ આડ :
નહીં રે અંતર મારું જાણતું.

વગડે ઊભી છે નાની ઝૂંપડી, થર થર થાયે છે દીપ;
તહીં રે જોતી મારી વાટડી, વસતી મારી ત્યાં પ્રીત :
મારા રે હૈયાને તેનું પારખું.

પડ્યા રે મારા પગ જ્યાં બારણે, સુણિયો કંકણનો સૂર;
મૃદુ એ હાથો દ્વારે જ્યાં અડ્યા, પળમાં બંધન એ દૂર.
મારા રે હૈયાને તેનું પારખું.

ફરીને કુટિરદ્વારો વાસિયાં, રાખી દુનિયા બહાર;
પછી રે હૈયાં બેઉ ખોલિયાં, જેમાં દુનિયા હજાર!
મારા રે હૈયાને તેનું પારખું.
(બારી બહાર, પૃ. ૭૦)