કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૨૩. એક ફૂલ ખીલ્યું છે!: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૩. એક ફૂલ ખીલ્યું છે!|પ્રહ્લાદ પારેખ}} <poem> મારા વા’લમની વાડ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 30: | Line 30: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૨૨. આવશે | ||
|next = | |next = ૨૪. વાતો | ||
}} | }} |
Latest revision as of 09:09, 24 June 2022
૨૩. એક ફૂલ ખીલ્યું છે!
પ્રહ્લાદ પારેખ
મારા વા’લમની વાડીએ રે એક ફૂલ ખીલ્યું છે !
એની ક્યાં યે કળાયે ના ડાળ રે,
એનું ક્યાં રે હશે મૂળ ? એક ફૂલ ખીલ્યું છે !
વિના તે ડાળ, વિના મૂળિયે રે,
જેના ખીલે છે સૂરજ ને સોમ રે,
એમ રે ખીલે મારા વા’લમનું ફૂલ :
એ તો ફરકે, ને હરખે મારાં રોમરોમ રે;
એક ફૂલ ખીલ્યું છે ! – મારા૦
ખીલ્યું છે ફૂલ પેલી વા’લમથી વાડીએ ને
આવે છે મહેક મારા મનમાં રે;
આ રે ધરાએ મારા મેલ્યા છે પાય
તો યે જાણે ઊડું છું ગગનમાં રે,
એક ફૂલ ખીલ્યું છે ! – મારા૦
એના તે રંગ આવે, આવે છે ઊડતા ને
છંટાઈ જાયે મારાં અંગ રે;
શાણાં તે શમણાં મારી જાણે છે વાત,
એ તો ચાલી જાય છે એને સંગ રે.
એક ફૂલ ખીલ્યું છે ! – મારા૦
(બારી બહાર, પૃ. ૧૦૭)