શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૪૨. નથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૨. નથી|}} <poem> એક આંસુને આંખનો સહારો નથી; એક થાકેલી નાવને કિન...")
 
No edit summary
 
Line 21: Line 21:
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૨૭)}}
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૨૭)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૧. નભ ખોલીને જોયું...
|next = ૪૩. કહો
}}

Latest revision as of 09:44, 14 July 2022

૪૨. નથી


એક આંસુને આંખનો સહારો નથી;
એક થાકેલી નાવને કિનારો નથી.

એક પાંદડાનો ડાળીએ છોડ્યો છે સાથ;
એક સૌરભનો લ્હેરખીએ ઠેલ્યો છે હાથ;
એક ફાગણને ફૂલમાં ઉતારો નથી. –

એક માછલીમાં પાણીની તરવરતી પ્યાસ;
એક વીજળીમાં વાદળની તરડાતી આશ;
એક ઊખડેલા મૂળનો ઉગારો નથી. –

એક પંખીની અંદર છે ઊડવાનું બંધ;
એક આંખ મહીં અટવાતું અજવાળું અંધ;
એક અંધારું વીંધનાર તારો નથી. –

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૨૭)