શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૪૫. જેને માની અંદર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૫. જેને માની અંદર|}} <poem> જેને માની અંદર, એ તો બ્હાર હતી રે બ્હ...")
 
No edit summary
 
Line 21: Line 21:
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૪૮)}}
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૪૮)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૪. દરિયા ખોલીને...
|next = ૪૬. આવ
}}

Latest revision as of 09:48, 14 July 2022

૪૫. જેને માની અંદર


જેને માની અંદર, એ તો બ્હાર હતી રે બ્હાર!
જેની આશા હતી, તે જ અહીં તરવા નહીં તૈયાર,

હોડી લઈને હવે શું ફરવું?
મોતી લઈ શું કરવું?
ડૂબવાની બસ અહીં મજા છે,
કાંઠે નથી ઊતરવું?
જેની ઝંખા હતી ઉદયની, એનો નહીં અણસાર. –

બંધ કરી દઉં સઘળી બારી,
બંધ કરું સૌ મળવું;
મારે મારાં પગલાં લઈને
પાછા અંદર વળવું.
જેની પ્યાસા હતી મને તે મૃગજળનો અવતાર! –

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૪૮)