શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૫૧. કોનું અજવાળું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫૧. કોનું અજવાળું|}} <poem> આ અદીઠ કોનું અજવાળું છે મીઠું, જે ભી...")
 
No edit summary
 
Line 21: Line 21:
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૮૯)}}
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૮૯)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૫૦. કોના માટે?
|next = ૫૨. ઢળતાં ઢળતાં ઢળી
}}

Latest revision as of 08:33, 15 July 2022

૫૧. કોનું અજવાળું


આ અદીઠ કોનું અજવાળું છે મીઠું,
જે ભીતર મારે વળી વળીને વમળે ચઢતું દીઠું. –

આંખ મીંચતાં શશિયર ઊગે,
જાગે ઝળહળ તારા;
શૂન્ય ઉપર રણઝણવા લાગે
ગેબી રસની ધારા;
આ એકાંતે ફરકે ઝીણું કોનું વસન અદીઠું? –

ખાલી હાથે હું નહીં ખાલી,
નહીં છેડો, નહીં ગાંઠ,
રમત રમતમાં ખૂલી પડ્યું શું
ફૂલની થઈને ફાંટ?
શબરી-ફળ શું કોણે મારું કીધું સકળ અજીઠું? –

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૮૯)