શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૫૨. ઢળતાં ઢળતાં ઢળી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫૨. ઢળતાં ઢળતાં ઢળી



ઢળતાં ઢળતાં ઢળી
આંખ આ કયા ઊંડાણે વળી? –

નહીં અજવાળાં, નહીં અંધારાં
નહીં તલ, નહીં કિનારા,
સતત ઊછળતાં મોજાં વચ્ચે
એણે કર્યા ઉતારા,
મોતીની રઢ ફળી! –

હર શ્વાસે સમદરને વીંટતો,
ઉકેલતો ઉચ્છ્‌વાસે,
ગગન આખુંયે રોમરોમમાં
લખ લખ અકળ ઉજાશે,
હદ અનહદમાં ગળી! –

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૯૧)