શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૫૨. ઢળતાં ઢળતાં ઢળી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫૨. ઢળતાં ઢળતાં ઢળી|}} <poem> ઢળતાં ઢળતાં ઢળી આંખ આ કયા ઊંડાણે વ...")
 
No edit summary
 
Line 22: Line 22:
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૯૧)}}
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૯૧)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૫૧. કોનું અજવાળું
|next = ૫૩. ઢળતી રાતે...
}}

Latest revision as of 08:34, 15 July 2022

૫૨. ઢળતાં ઢળતાં ઢળી



ઢળતાં ઢળતાં ઢળી
આંખ આ કયા ઊંડાણે વળી? –

નહીં અજવાળાં, નહીં અંધારાં
નહીં તલ, નહીં કિનારા,
સતત ઊછળતાં મોજાં વચ્ચે
એણે કર્યા ઉતારા,
મોતીની રઢ ફળી! –

હર શ્વાસે સમદરને વીંટતો,
ઉકેલતો ઉચ્છ્‌વાસે,
ગગન આખુંયે રોમરોમમાં
લખ લખ અકળ ઉજાશે,
હદ અનહદમાં ગળી! –

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૯૧)