શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૭૩. તું ઊંડાણમાંથી આવે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭૩. તું ઊંડાણમાંથી આવે|}} <poem> તું ઊંડાણમાંથી આવે ને ઊંચાણમા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 32: | Line 32: | ||
{{Right|(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૮૨)}} | {{Right|(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૮૨)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨. અંદર એવાં મળ્યાં... | |||
|next = ૭૪. સ્વરસપ્તક | |||
}} |
Revision as of 09:16, 15 July 2022
૭૩. તું ઊંડાણમાંથી આવે
તું ઊંડાણમાંથી આવે
ને ઊંચાણમાં લઈ જાય;
તું પથ્થરમાંથી પ્રગટે
ને પ્હાડ ઉપર લઈ જાય! …
તું વાવે એક જ બિન્દુ
ને મબલખ મોતી થાય;
તું એક જ કૂંપળ કાઢે
ને ઘટા અહીં ઘેરાય!
તું કંકર લઈને આવે
ને શંકર સોંપી જાય! –
તું અંદર કમળ ઉઘાડે
ને પિંડે થાય પ્રભાત;
તું એવો ટહુકો છાંટે
કે મઘમઘ વસંત-વાત!
તું મૌને ઝબાક ઝબકે
ને ગીત પેટવી જાય! –
આ તારી એક જ ચાવી,
અહીં બધાય ખોલે સંચ;
આ તારી મળે નજર ને
અહીં મધુરજનીનો મંચ!
તું એ વેણુ થઈ વાય
કે કૃષ્ણ કૃષ્ણ સૌ થાય! –
(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૮૨)