કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૧૨. ભીનાં પારેવડાં: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૨. ભીનાં પારેવડાં|}} <poem> કોઈ મેડીની છાજલી નીચે કે આંખો ઉઘાડ...") |
(No difference)
|
Revision as of 12:01, 18 July 2022
૧૨. ભીનાં પારેવડાં
કોઈ મેડીની છાજલી નીચે
કે આંખો ઉઘાડે ને મીંચે
કે બેઠી પારેવાંની જોડ –
હાં રે સખી, બેઠી પારેવાંની જોડ.
લીધો વિસામો મેહુલે ને
ધરતીના પૂર્યા કોડ –
સાંજને માથે સોહામણો કંઈ
મેઘધનુષનો મોડ –
હાં રે સખી, બેઠી પારેવાંની જોડ.
ટપકે છે નેવાં ટપકટપક કંઈ
ટાઢાં ને તરબોળ –
ધબકે પારેવાં ધીમુંધીમું ને
નયણાં તે રાતાંચોળ –
હાં રે સખી, બેઠી પારેવાંની જોડ.
(સિંજારવ, પૃ. ૧૦૭)