કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૨૨. મંજીરાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૨. મંજીરાં|}} <poem> મંજુલ મંજુલ મનમધુવનમાં બજે બજે મંજીરાંઃ...")
(No difference)

Revision as of 12:24, 18 July 2022

૨૨. મંજીરાં


મંજુલ મંજુલ મનમધુવનમાં
બજે બજે મંજીરાંઃ
બજે બજે મંજીરાં.
રૂમઝૂમ લેહ લગાવત રમઝટ,
ગુંજત, ઠમકત, નાચત ઘટઘટ,
કાયાના કટકા કરનારા
કંપ-અજંપ અધીરાઃ
મંજુલ મંજુલ મનમધુવનમાં
બજે બજે મંજીરાં.
લોચન ઘૂમત અલખલગનમાં,
આકુલવ્યાકુલ વિરહ-અગનમાં,
મનમોહનની સન્મુખ નાચી
મંજીરાં લઈ મીરાંઃ
મંજુલ મંજુલ મનમધુવનમાં
બજે બજે મંજીરા.
ભજનાનંદી ભવસાગરમાં,
વનમાં, ઘરમાં કે મંદરમાં,
હરિગુણ ગાવત, ધૂન મચાવત,
ઢૂંઢત ગહન-ગભીરાઃ
મંજુલ મંજુલ મનમધુવનમાં
બજે બજે મંજીરાં.
(દીપ્તિ, પૃ. ૩૪)