અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/વીરની વિદાય: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> મારા કેસરભીના કન્થ હો! {{space}}સિધાવો જી રણવાટ.<br> આભ ધ્રૂજે, ધરણી ધમધમ...") |
HardikSoni (talk | contribs) No edit summary |
||
Line 49: | Line 49: | ||
મારા કેસરભીના કન્થ હો! | મારા કેસરભીના કન્થ હો! | ||
{{space}}સિધાવો જી રણવાટ! | {{space}}સિધાવો જી રણવાટ! | ||
(કેટલાંક કાવ્યો, ભા. ૨, ત્રીજી આ. ૧૯૯૬, પૃ. ૫૮-૬૦) | {{Right|(કેટલાંક કાવ્યો, ભા. ૨, ત્રીજી આ. ૧૯૯૬, પૃ. ૫૮-૬૦)}} | ||
</poem> | </poem> |
Revision as of 16:38, 21 June 2021
મારા કેસરભીના કન્થ હો!
સિધાવો જી રણવાટ.
આભ ધ્રૂજે, ધરણી ધમધમે, રાજ!
ઘેરા ઘોરે શંખનાદ.
દુંદુભિ બોલે મહારાજનાં હો,
સામંતના જયવાદ :
મારા કેસરભીના કન્થ હો!
આંગણ રણધ્વજ રોપિયો હો!
કુંજર ડોલે દ્વાર :
બન્દીજનોની બિરદાવલિ હો
ગાજે ગઢ મોઝાર :
મારા કેસરભીના કન્થ હો!
પુર પડે, દેશ ડૂલતા, હો!
ડગમગતી મ્હોલાત :
કીર્તિ કેરી કારમી, રાજ!
એક અખંડિત ભાત :
મ્હારા કેસરભીના કન્થ હો!
નાથ, ચડો રણઘોડલે રે,
હું ઘેર રહી ગૂંથીશ :
બખ્તર વજ્રની સાંકળી હો!
ભર રણમાં પાઠવીશ :
મ્હારા કેસરભીના કન્થ હો!
સંગ લેશો તો સાજ સજું, હો!
માથે ધરું રણમ્હોડ :
ખડ્ગને માંડવ ખેલવાં,
મારે રણલીલાના કોડ!
મારા કેસરભીના કન્થ હો!
આવતાં ઝીલીશ બાણને, હો!
ઢાલે વાળીશ ઘાવ :
ઢાલ ફૂટ્યે, મારા ઉરમાં રાજ!
ઝીલીશ દુશ્મનદાવ :
મારા કેસરભીના કન્થ હો!
એક વાટ રણવાસની રે,
બીજી સિંહાસન વાટ :
ત્રીજી વાટ શોણિતની સરિતે
હો! શૂરના સ્નાનનો ઘાટ :
મારા કેસરભીના કન્થ હો!
જયકલગીએ વળજો, પ્રીતમ,
ભીંજશું ફાગે ચીર :
નહીં તો વીરને આશ્રમ મળશું
હો! સુરગંગાને તીર :
મારા કેસરભીના કન્થ હો!
રાજમુગટ! રણરાજવી હો!
રણઘેલા રણધીર :
અધીરો ઘોડલો થનગને, નાથ!
વાધો, રણે મહાવીર!
મારા કેસરભીના કન્થ હો!
સિધાવો જી રણવાટ!
(કેટલાંક કાવ્યો, ભા. ૨, ત્રીજી આ. ૧૯૯૬, પૃ. ૫૮-૬૦)