પરિભ્રમણ ખંડ 2/નિર્જળ માસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|નિર્જળ માસ|}} '''જેઠ''' મહિનો છે. તરસે તો ઘડી ઘડી શોષ પડે છે. છતા...")
(No difference)

Revision as of 11:31, 20 July 2022

નિર્જળ માસ


જેઠ મહિનો છે. તરસે તો ઘડી ઘડી શોષ પડે છે. છતાં બા તો નિર્જળું વ્રત રહી છે.

નિર્જળું વ્રત એટલે?

એટલે કે પોતાની જાણે બા કશુંય ન ખાય પીએ. કોઈ જો કહે કે —          દાતણ પાણી મોકળાં, તો જ બાથી દાતણ કરાય. પછી કોઈ કહે કે —          નાવણ પાણી મોકળાં, તો જ બા નાહી શકે. કોઈ કહે કે —          અન્ન પાણી મોકળાં તો જ બાથી જમી શકાય.