પરિભ્રમણ ખંડ 2/ફૂલ-કાજળી વ્રત
Jump to navigation
Jump to search
ફૂલ-કાજળી વ્રત
શ્રાવણ સુદ ત્રીજને દહાડે રહે.
મોટે ભળકડે ઊઠીને નાય.
ગુલાબનું ફૂલ સૂંઘીને પાણી પીએ.
શંકર–પાર્વતીની પૂજા કરે.
પૂજામાં અબીલગુલાલ, હીંગળો, કંકુ, કમળ કાકડી, સોપારી, નાળિયેર ને ચોખા લે.