ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/‘ઉષાહરણ’: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘ઉષાહરણ’'''</span> : હરિવંશ અને ભાગવતની ઉષા(ઓખા)કથ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ઉમિયો | ||
|next = | |next = ઊગમશી | ||
}} | }} |
Latest revision as of 10:58, 1 August 2022
‘ઉષાહરણ’ : હરિવંશ અને ભાગવતની ઉષા(ઓખા)કથામાં ઘટિત ઘટાડાવધારા કરી વીરસિંહે રચેલી આ કૃતિ(મુ.) એના પદબંધને કારણે આ વિષયનાં ગુજરાતી ભાષાનાં ઉપલબ્ધ કાવ્યોમાં સર્વપ્રથમ હોવાનું અનુમાન થયું છે. ૧૦૦૦ પંક્તિનું આ કાવ્ય મુખ્યત્વે દુહા-ચોપાઈમાં રચાયેલું છે પરંતુ એમાં પ્રસંગોપાત્ત ભુજંગપ્રયાત, વાસ્તુ, ગાથા, પદ્ધડી અને સારસી વગેરે અન્ય છંદો, ઢાળવૈવિધ્ય દર્શાવતાં ગીતો તેમ જ ‘બોલી’ નામથી ઓળખાતા પ્રાસબદ્ધ ગદ્યનો પણ ઉપયોગ થયો છે. આ રીતે આ આખ્યાનનો કાવ્યબંધ પ્રબંધને મળતો છે. ગૌરીપૂજન વગેરે સામાજિક રિવાજોને નિરૂપતા આ કાવ્યમાં નગર, ગઢ, સેના, યુદ્ધ વગેરેનાં આકર્ષક વર્ણનો મળે છે, જે ‘કાન્હડદેપ્રબંધ’ની યાદ અપાવે છે, તેમ જ શૃંગાર અને વીરરસની જમાવટ પણ છે. પાર્વતી-દીપકનો સંવાદ, ઉષાનું વીરાંગના તરીકેનું વ્યક્તિત્વ, નાયક-નાયિકાની રસિક સમસ્યાઓ, અર્થાન્તરન્યાસી કહેવતો-કથનોનો પ્રયોગ - એ આ કાવ્યના કેટલાક આકર્ષક અંશો છે. કવિની સંસ્કૃતાઢ્ય પ્રૌઢભાષા પણ ધ્યાન ખેંચે છે. [ચ.શે.]