કિન્નરી ૧૯૫૦: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 331: Line 331:

{{સ-મ|૧૯૪૬}}

{{સ-મ|૧૯૪૬}}

</poem>
== કોને કહું? ==
<poem>
કોને કહું? છું એકલો!
રૂપની રંગત બધી જોઈ રહું છું એકલો!
::: લાલી ઉષાના ઉરથી
:::: ઊઘડે અને લાજી રહું,
::: સંધ્યા તણા સિંદૂરથી
:::: હું આંખડી આંજી રહું;
સ્નેહની આ સ્વપ્નલીલા હું લહું છું એકલો!
::: રુદ્રનું લોચન દહે
:::: ક્યારેક તો મધ્યાહ્નમાં,
::: મુગ્ધ મારું મન રહે
:::: ત્યારે રતિના ગાનમાં;
આભ જેવા આભનો રે ભાર વહું છું એકલો!
કોને કહું છું એકલો?
{{સ-મ|૧૯૫૦}}

</poem>
== કોણ રે ચાલી જાય? ==
<poem>
એવું કોણ રે ચાલી જાય?
ભર્યું ભર્યું મારું ભીતર ખાલી થાય!
::: સંધ્યાની સ્મિતસુરખી છાઈ,
:::: નભ ન રહ્યું નીલું;
::: એ જ રે રંગીન તેજ ગાઈ
:::: રહ્યું વિલયનો લય પીલુ;
અવ હું એકલ અંધાર અંતર ઝીલું!
મુજને મારો જ સંગ, તે સાલી જાય!
::: હળવું મારું હૈયું થાતાં
:::: પોપચે એનો ભાર;
::: મનનું મારું માનવી જાતાં
:::: સૂનાં સકલ દ્વાર;
ન્યાળીને મુજ અશ્રુની જલધાર,
નભનું તારકવૃન્દ રે મ્હાલી જાય!
એવું કોણ રે ચાલી જાય?
{{સ-મ|૧૯૪૭}}

</poem>
== કોણ રે હસી જાય? ==
<poem>
એવું કોણ રે હસી જાય?
જાણે ચાંદમુખીનો વાદળઘેરો ઘૂંઘટ ખસી જાય!
::: નીંદભૂલી બે નેન રોઈ
:::: ને મનમાં મૌન છવાયું,
::: પૂનમમાંય મેં અમાસ જોઈ
:::: તે ગીત ન એક ગવાયું;
એવી અંતરસૂની એકલતાની વચમાં વસી જાય!
::: મેઘલી રાતને પાલવ મેલે
:::: રે કોણ ઉષાની કોર?
::: ભીતરનાં સૌ દ્વાર ઠેલે
:::: રે બ્હાર કોનો કલશોર?
આતમના મુજ અણુઅણુમાં કોણ રે ધસી જાય?
એવું કોણ રે હસી જાય?
{{સ-મ|૧૯૪૭}}

</poem>
== હે મુજ પ્રીતિ ==
<poem>
:::હે મુજ પ્રીતિ,
તવ ઉદયે ઉજ્જ્વલ ઉરની ક્ષિતિ!
::જે વિરાટ વ્યોમે વસતું,
::લઘુક શી ભોમે લસતું,
::ને રોમે રોમે હસતું;
::એ સૌની મુજ પ્રાણે,
આજ અજાણે, પ્રગટી રે સ્વરગીતિ!
::નયનતેજની તરુણા,
::અધરરંગની અરુણા,
::એ તવ અંતરકરુણા!
::અવ છે તૃપ્તિ, તૃષા ના;
આજ ઉષાના ઉત્સવની શુભ મિતિ!
:::હે મુજ પ્રીતિ!
{{સ-મ|૧૯૪૮}}

</poem>
== કોણ રતિના રાગે? ==
<poem>
કોણ રતિના રાગે,
::: રે મન મન્મથ જેવું જાગે?
:: જે ભસ્મીભૂત, મૃત, રુદ્રનયનથી;
:: એ અવ શિશિરશયનથી
::: જાગે  વસંતના  વરણાગે!
:: એના શ્વાસે શ્વાસે
:: વાગે મલયાનિલની વાંસળીઓ,
:: એના હાસવિલાસે
:: જાગે કેસૂડાંની કૈં કળીઓ;
::: રે વન નન્દનવન શું લાગે!
{{સ-મ|૧૯૫૦}}

</poem>
== પ્રથમ મિલનની ભૂમિ ==
<poem>
રે આ પ્રથમ મિલનની ભૂમિ,
પલાશપિયુને પ્રથમ અહીં રે મલયલહર ગૈ ચૂમી!
::: ડાલ ડાલ પર પંચમસ્વરમાં
:::: કોયલ અહીં કૂજેલી,
::: જ્યારે કોયલ અહીં કૂજેલી,
::: અબીલ ગુલાલ લઈને કરમાં
:::: વસંત અહીં પૂજેલી,
::: જ્યારે વસંત અહીં પૂજેલી,
ઝરમર ઝરમર કૈંક પૂનમની રાત અહીં રે ઝૂમી,
::    જ્યારે કૈંક પૂનમની રાત અહીં રે ઝૂમી;
:: અહીં અવનિ પર ઊતરી આવી
:::: અમરાપુરી વસેલી,
::: ત્યારે અમરાપુરી વસેલી,
:: ‘સુધા અવરને અવ ના પાવી’
:::: એવું સ્હેજ હસેલી,
::: ત્યારે એવું સ્હેજ હસેલી,
આશાઓની કૈંક અપ્સરા નન્દનવનમાં ઘૂમી,
ત્યારે કૈંક અપ્સરા  નન્દનવનમાં ઘૂમી!
રે આ પ્રથમ મિલનની ભૂમિ!
{{સ-મ|૧૯૫૦}}

</poem>
== પ્રાણપ્રિયાનું આંગણ ==
<poem>
:::રે આ પ્રાણપ્રિયાનું આંગણ,
ફરી ફરીને અહીં ભૂલ્યો રે અહીં ફૂલ્યો રે ફાગણ!
:::: અહીં મંદારે મૃદુલ શયન,
::::: રે  મોહક  ફૂલનો  ફાલ;
:::: મહાકાળ પણ મુગ્ધનયન
::::: અહીં પોઢ્યો છે ચિરકાલ,
સ્નેહસ્વપ્નની સૃષ્ટિ અહીં અવ સોહે અમર સુહાગણ!
:::: મનસિજે અહીં પ્રથમ જ પુષ્પિત
::::: ધનુ પર શર સંધાન
:::: સાધ્યું, ને અહીં પ્રથમ જ સસ્મિત
::::: રતિને  લાધ્યું  ગાન;
હસી હસી જેનાં ઝેર પીએ એવી અહીં ડસી રે નાગણ!
રે આ પ્રાણપ્રિયાનું આંગણ!
{{સ-મ|૧૯૫૦}}

</poem>
== મિલનમોરલી ==
<poem>
વૃન્દાવનની વાટે રે, કોઈ મિલનમોરલી વાય,
જમુનાજલને ઘાટે રે કોઈ ગોપી ઘેલી થાય!
::: મોરલીએ મનડાની વાણી,
:::: સુણ્યા વિણ ર્હેવાય?
::: કાલિન્દીનાં કાળાં પાણી
:::: અંગે શીદ સ્હેવાય?
વનને કાંટે કાંટે રે, કોઈ બિછાત ફૂલની છાય,
ફૂલમારગને ફાંટે રે, એનો જીવ વીંધાતો જાય!
::: કુંજગલીને દ્વારે દ્વારે
:::: ઢૂંઢી વળ્યાં બે નેણ,
::: કદંબવનને ક્યારે ક્યારે
:::: વણઉત્તરનાં  વેણ;
શીતલ સૂરની છાંટે રે, કોઈ વરસી રહ્યું છે લાય,
નેહનદીને ઘાટે રે, એનું અંગ અગનમાં ન્હાય!
::: છલછલ એનાં અસુવન નીરે
:::: વિરહાનલ શીદ ઠારે?
::: મન્દ્રમદીર ને મંદ સમીરે
:::: ભીતર  મરતું  ભારે!
મોરલીધરને માટે રે, એ તો નિજમાં આજ ન માય,
હૈયા કેરે હાટે રે, વણમૂલ વેચાવા ચ્હાય!
{{સ-મ|૧૯૪૮}}

</poem>
</poem>
18,450

edits