૩૩ કાવ્યો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 203: Line 203:

{{સ-મ|૨૭–૧૨–૧૯૫૬}}

{{સ-મ|૨૭–૧૨–૧૯૫૬}}

</poem>
== પૂર્ણાંક ==
<poem>
અપૂર્ણાંકોનું ના ગણિત કદીયે પ્રેમ ભણતો,
અને કોઈનુંયે હૃદય નહિ એ પૂર્ણ ગણતો;
પછી તો બીજાને નિજ હૃદય પોતે જ ધરવું!
નહીં તો જીતી લૈ અવરજનનું, પૂર્ણ કરવું!
{{સ-મ|૧૮–૧–૧૯૫૭}}

</poem>
== પુનશ્ચ ==
<poem>
સંસારનાં સકલ યુગ્મ પુનશ્ચ ધન્ય!
આ માનવીજગત જે લયતાલભગ્ન
એમાં તમે વરવધૂ! રચ્યું આજ લગ્ન,
સંવાદનું પુનિત પર્વ કશું અનન્ય!
{{સ-મ|૧૯૫૭}}

</poem>
== આ પાનખરમાં ==
<poem>
આ પાનખરમાં (આપણા યુગમાં) પ્રભાતે
સાવ સૂકાં પર્ણમાં સરતું
અને સુસવાટ કરતું
કોણ આ તે?
સૂર્યતેજે ઝગમગે આ નૂર
કોનું, જોઈ જેને આંખથી પાણી ઝરે?
છે કેટલું તો ક્રૂર!
અને કોની હશે આ તીક્ષ્ણ કાતિલ ધાર?
એ તો જંગલીની જેમ જે અહીં તહીં ફરે
તે આ પવનની કેડ પરની છે કટારી ઝૂલતી!
જો કોઈનીયે હૂંફનું પ્હેર્યું કવચ ના હોય ને
::::: તો ના નીકળવું બ્હાર!
એ તો મૃત્યુની ઠંડક લઈ હૈયામહીં જૈ હૂલતી!
{{સ-મ|૧૯૫૭}}

</poem>
== માઘની પૂર્ણિમા ==
<poem>
માઘની પૂર્ણિમારાત્રિનો ચન્દ્ર
શો ચાલતો મધ્યાકાશમાં મંદ મંદ!
ટાઢમાં થરથરે,
કિન્તુ કોને જઈ કરગરે?
બંધ સૌ બારી ને દ્વાર,
ર્હે કોણ તે આ સમે બ્હાર?
ને વૃક્ષ પર પર્ણના પુંજ જો હોત, એ ઓઢતો
ત્યાં ઘટામાં પડ્યો ર્હેત
:::: આ રાતભર ટૂંટિયું વાળીને પોઢતો!
કિન્તુ જ્યાં ક્ષિતિજ પરથી જરી
:::: ડાળ પકડી અને આભ ચડવા જતો
ત્યાં જ શા તીક્ષ્ણ વાગી ગયા ન્હોર,
:::: તે હજુય છે મુખ પરે નખક્ષતો!
શ્વેત હિમ ઓગળી ના રહ્યું, ચાંદની એમ ઢોળાય;
પણ જ્યાં પડે સાવ સૂકાં કડક પર્ણ પર, શાંતિ ડ્હોળાય!
આ હૃદયમાં હૂંફ છે, ચન્દ્ર જો ત્યાં વસે!
ચિત્ત આ સ્વચ્છ છે, ચાંદની જો રસે!
{{સ-મ|૧૫–૨–૧૯૫૭}}

</poem>
</poem>
18,450

edits