ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુલામઅલી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુલામઅલી'''</span> [અવ. ઈ.૧૭૯૭] : દેલમી ઉપદેશક પરંપર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગુલાબશેખર | ||
|next = | |next = ગુલાલ | ||
}} | }} |
Latest revision as of 12:37, 8 August 2022
ગુલામઅલી [અવ. ઈ.૧૭૯૭] : દેલમી ઉપદેશક પરંપરાની નિઝારી સૈયદ. પીર સદરુદ્દીનના કડીમાં વસેલા વંશજોમાંના આ સૈયદે કચ્છના કેરા ગામમાં સ્થાયી વસવાટ કરી ધર્મોપદેશનું કામ કરેલું. એ ‘ગુલમાલીશાહ’ને નામે જાણીતા થયેલા. કરાંચીમાં અવસાન. મકબરો કેરામાં. એમને નામે દોહરા-ચોપાઈબદ્ધ ‘મનહર’ નામનો જ્ઞાનબોધક પદોનો સંગ્રહ (*મુ.) મળે છે ને મુખ્યત્વે હિંદી ભાષાના ગણાય એવા કોઈક છૂટક પદ પણ મુદ્રિત મળે છે. કૃતિ : સૈઇશાગીસંગ્રહ:૪(+સં.). સંદર્ભ : ૧. ક્લેક્ટૅનિયા:૧, સં. ડબલ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૪૮; ૨. ખોજાવૃત્તાંત, સચેદીના નાનજીઆણી, *ઈ.૧૮૯૨, ઈ.૧૯૧૮ (બીજી આ.); ૩. *બિબ્લિઓગ્રાફી ઑવ ઇસ્લાઈલી લિટરેચર, સં. આઈ.કે. પૂનાવાલા, ઈ.૧૯૭૭; ૪. મહાગુજરાતના મુસલમાનો: ૧-૨, કરીમ મહમદ માસ્તર, ઈ.૧૯૬૯. [પ્યા.કે.]