પુનશ્ચ: Difference between revisions

12,068 bytes added ,  06:58, 9 August 2022
no edit summary
No edit summary
No edit summary
Line 1,038: Line 1,038:

{{સ-મ|૧૯૯૮}}

{{સ-મ|૧૯૯૮}}

</poem>
== પંચોતેરમે ==
<poem>
આમ ને આમ પંચોતેર તો ગયાં,
હતાં ન હતાં થયાં, છો થયાં;
હજુ બીજાં પચીસ બાકી હોય જો રહ્યાં...
રહ્યાં જ જો હશે,
તો ભલે સો થશે;
ને એય તે જો સુખમાં જવાનાં હશે તો જશે.
એકવાર ગાયું હતું, ‘હું તો બસ ફરવા આવ્યો છું.’
તો અમદાવાદના અનેક જૂના-નવા રસ્તાઓમાં
ને મુંબઈના ફ્લોરા ફાઉન્ટનમાં,
એથેન્સના એગોરામાં
ને રોમના ફોરમમાં
પેરિસના કાર્તિયે લાતાંમાં
ને લંડનના ટ્રફાલ્ગર સ્ફ્વેરમાં,
ન્યૂયોર્કના ફિફ્થ ઍવન્યૂમાં
ને ન જોયાં, ન જાણ્યાં એવાં કોઈક નગરોમાં
હજુ થોડુંક ફરવાનું બાકી છે.
વળી ગાયું હતું, ‘હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું ?’
તમારું કે મારું તો નહિ, પણ હજુ થોડુંક કવિતાનું કામ –
છંદ ને યતિ વિનાની,
પ્રાસ ને શ્લોક વિનાની
વિરામચિહ્નો પણ વિનાની
વાઘા કે ધાગા વિનાની,
મિશ્ર ને મુક્ત લયની,
બોલચાલના ગદ્યની
સીધી, સાદી, ભલી, ભોળી
એવી કોઈક કવિતાનું કામ – કરવાનું બાકી છે.
તો ગાયું હતું, ‘લાવો તમારો હાથ, મેળવીએ !’
કેટકેટલા મિત્રોને,
નાનાને, મોટાને,
ને સરખે સરખાને,
ડ્રોઇંગરૂમોમાં ને સભાખંડોમાં,
કૉફી હાઉસોમાં ને રેસ્ટોરાંઓમાં,
રસ્તાની ભરચક ભીડમાં
ને હૃદયના નિતાન્ત એકાન્તમાં
આ હાથમાં સૌનો હાથ મેળવીને
હજુ થોડુંક મળવાનું બાકી છે.
પંચોતેર વર્ષોમાં ક્યારેક ક્યારેક જે કેટલાંક સ્વપ્નો વાવ્યાં હતાં,
એમાંથી થોડાંક ફળ્યાં,
વસંતનો વાયુ
ને વર્ષાનું જલ,
પૃથિવીનો રસ
ને સૂર્યનું તેજ
એ તો સર્વદા સદાયના સુલભ;
પણ એ સૌની સાથે જો વિધાતાનું વરદાન
ને કાળપુરુષની કરુણા હશે.
તો હજુ થોડાંક સ્વપ્નોને ફળવાનું બાકી છે.
આજે મિત્રોની વચ્ચે કાવ્ય આ ભણી રહ્યો,
વર્ષોથી મૈત્રીના વાણાતાણા વણી રહ્યો,
આજે હવે પછીનાં જે વર્ષો ગણી રહ્યો;
મિત્રોની શુભેચ્છા એ જ મારી શ્રદ્ધા હશે,
પંચોતેર ગયાં ને પચીસ બીજાં જશે,
તો તો જરૂર હા, જરૂર પૂરાં સો થશે.
{{સ-મ|૨૦૦૧}}

</poem>
== સિત્યોતેરમે ==
<poem>
વર્ષે વર્ષે એની એ જ વર્ષગાંઠ,
સિત્યોતેર હોય કે સોળ હોય કે સાઠ;
વર્ષે વર્ષે એનો એ વૈશાખ,
દેહ પર ચોળી એણે એની એ જ રાખ;
એની એ લૂ ને એની એ લ્હાય,
એનો એ જ રૌદ્ર તાપે તપ્યો વાયુ વાય;
વર્ષે વર્ષે એનું એ જ ઋતુચક્ર ચાલે,
આજે પણ એનું એ જ, જેવું હતું કાલે;
વર્ષે વર્ષે એનો એ જ પ્રકૃતિનો શુકપાઠ,
વર્ષે વર્ષે એની એ જ વર્ષગાંઠ.
પણ વચ્ચે વચ્ચે નવી નવી ગાંઠ જે મેં બાંધી,
ક્યારે કોઈ છૂટી હોય, તૂટી હોય તે મેં સાંધી;
રેશમની ને હીરની દોરીથી હળવે હાથે
સગાં ને સ્વજન સાથે, દેશ ને વિદેશ સાથે
જેમ જેમ બાંધી તેમ વધુ વધુ લાધી,
જેમ જેમ બાંધી તેમ નિત નિત વાધી;
તે સૌ રસી રસી એવી તો મેં સાધી,
તે સૌ કસી કસી એવી તો મેં બાંધી;
મનુષ્યોથી હવે નહિ કદીય તે છૂટી શકે,
મૃત્યુથી યે હવે નહિ એક પણ તૂટી શકે.
{{સ-મ|૨૦૦૩}}

</poem>
== એંશીમે ==
<poem>
ચાલીસ વર્ષ થયાં’તાં ત્યારે
ઘરના કબાટમાં ને ટેબલમાં,
પેટીમાં ને પટારામાં
ને છાજલીમાં ને માળિયામાં
જે કૈં હતું
કામનું ને નકામનું —
ચિઠ્ઠીઓ, ચબરખીઓ,
કાપલીઓ, કાગળિયાં,
પત્રો, નોંધો,
કવિતાની હસ્તપ્રતો સુધ્ધાં —
બધું અગ્નિને અર્પણ કર્યું હતું
ને અતીતનું તર્પણ કર્યું હતું.
એંશી વર્ષ થયાં ત્યારે
મનના ખૂણે ખૂણામાં,
ચિત્તના સ્તરે સ્તરમાં
ને હૃદયના કોષે કોષમાં
જે કંઈ છે
સારું ને નરસું —
રાગ, દ્વેષ,
ગમા, અણગમા,
તિરસ્કાર, પુરસ્કાર,
હર્ષ, શોક —
એ બધું આજે હવે વિસ્મરું
અને અનાગતનું સ્વાગત કરું.
{{સ-મ|૨૦૦૬}}

</poem>
== એંશી પછી ==
<poem>
જન્મ પૂર્વે
માતાના ગર્ભમાં અંધકાર,
અંધકારમાં એકાન્ત,
એકાન્તમાં એકલતા.
જન્મ પછી
જે જીવન –
તે કવિતા, પ્રણય, સમષ્ટિ,
ઉન્માદ, દૂરિત, વિદ્રોહ, મરણ –
એક સપ્તપદી,
એ સપ્તપદીનો મંત્રોચ્ચાર
જાણે ક્ષણનું અદ્વૈત,
પણ અંતે દ્વૈતનું અનંત.
મૃત્યુ પછી
અંધકાર નહિ ?
ને એકાન્ત નહિ ?
એકલતા નહિ ?
કંઈ જ નહિ ? શૂન્યત્વ ?
કે પંચમહાભૂતનું પંચમહાભૂતમાં પૂર્ણત્વ ?
{{સ-મ|૨૦૦૬}}

</poem>
== જન્મદિવસ ==
<poem>
જાણું નહિ હજુ કેટલા જન્મદિવસ બાકી હશે,
એટલું તો જાણું કે આ આયુષ્યની અવધ ક્યાંક તો આંકી હશે.
જે વર્ષો ગયાં એમાં શું રહ્યું અને શું ન રહ્યું
એનો નથી હર્ષ, નથી શોક, જે કૈં થવાનું હતું તે થયું.
આજે તમે સૌ મિત્રો એક વધુ જન્મદિવસ ઊજવો છો,
તમારાં સ્નેહ ને સૌહાર્દથી મને મીઠુંમીઠું મૂંઝવો છો;
હવે જે કંઈ વર્ષો રહ્યાં એમાં દેહ-મનથી સ્વસ્થ રહું,
જાત અને જગતની આંધીઓ વચ્ચે આત્મસ્થ રહું;
આજે તમે સૌ મિત્રો આટલું વરદાન મને આપો,
‘શિવાસ્તે પન્થાન: સન્તુ’ કહી માથે હાથ થાપો
તો આ જીવ એની શેષ યાત્રામાં કદીય ન થાકી જશે,
પછી ક્યારેક એક ફળની જેમ વિશ્વની ડાળ પરથી ખરી જશે,
જે ધરતીની ધૂળમાંથી એ જન્મ્યું એ ધરતીમાં એ સરી જશે,
પણ એ તો ક્યારે ? ત્યારે કે જ્યારે એ પૂરેપૂરું પાકી જશે.
{{સ-મ|૨૦૦૭}}

</poem>
== પ્રતીક્ષા ==
<poem>
મારાથી બે મોટાં બા-બાપુજી ગયાં,
મારાથી નાના બે ભાઈઓ પણ ન રહ્યા;
તો હું જ શા માટે જીવતો રહ્યો હોઈશ ?
મૃત્યુએ મને ય શા માટે ન ગ્રહ્યો ?
મૃત્યુએ મને જ શા માટે અસ્પૃશ્ય લહ્યો ?
એંશી તો થયાં, હવે અંત ક્યારે જોઈશ ?
મૃત્યુને પૂછું ? એ તો ક્યારેય નહિ બોલે,
મૃત્યુનું તો મૌન, એ મોં ક્યારેય તે નહિ ખોલે.
પ્રેમ મળ્યો, મૈત્રી મળી,
એમાં થોડીક કવિતા પણ ભળી;
જગતે આપ્યું મારે જોઈએ એથી વધુ,
જીવને આપ્યું મારી પાત્રતાથી યે કૈં વધુ, કેટલું બધું !
હવે ભાવ કે અભાવનું કોઈ ભારણ નથી.
હવે જીવ્યા કરવાનું શું કોઈ કારણ નથી ?
આ આયુષ્યની અવધ કોણે આંકી હશે ?
હજુ કશું બાકી હશે ?
કારણ જો હોય તો એક કાળપુરુષ જાણે,
બાકી કશું હોય તો માત્ર વિધાતા જ પ્રમાણે,
પણ એ આગોતરું કશુંય ન કહેશે,
આછો અણસારો ય ના’વે એમ અકળ જ રહેશે;
એ તો જેમ જેમ જીવ્યા કરો તેમ તેમ બોલે,
એ તો ક્રમે ક્રમે રહસ્યો સૌ ખોલે;
ભલે ! તો હજુય તે જીવ્યા કરું, કરી રહું તિતિક્ષા;
ભલે ! તો આયુષ્યના અંત લગી કરી રહું પ્રતીક્ષા.
રોકી હિલ, {{સ-મ|૨૫ ઑગસ્ટ ૨૦૦૬}}

</poem>
</poem>
18,450

edits