ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભુવનકીર્તિ ગણિ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભુવનકીર્તિ(ગણિ)-૨'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. ખેમશાખાના સ્થાપક. ક્ષેમકીર્તિની પરંપરામાં જ્ઞાનાનંદના શિષ્ય. ‘અઘટિતરાજર્ષિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ભુવનકીર્તિ-૧
|next =  
|next = ભુવનકીર્તિશિષ્ય
}}
}}

Latest revision as of 11:37, 5 September 2022


ભુવનકીર્તિ(ગણિ)-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. ખેમશાખાના સ્થાપક. ક્ષેમકીર્તિની પરંપરામાં જ્ઞાનાનંદના શિષ્ય. ‘અઘટિતરાજર્ષિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૧/સં. ૧૬૬૭, કારતક સુદ ૫, ગુરુવાર), ‘ભરતબાહુબલિ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૧૫/સં. ૧૬૭૧, શ્રાવણ સુદ ૫, ગુરુવાર), ૫૫ કડીની ‘જંબુસ્વામીચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૩૫/સં. ૧૬૯૧, શ્રાવણ સુદ ૧૧), ‘ગજસુકુમાલ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૪૭/સં. ૧૭૦૩, મહા વદ ૧૧, ગુરુવાર), ‘અંજનાસુંદરી-રાસ’ (ર.ઈ.૧૬૫૦/સં. ૧૭૦૬, મહા સુદ ૩, ગુરુવાર), ૧૭ કડીના ‘સીમંધર સ્વામી-સ્તવન’ (ર.ઈ.૧૬૫૯)ના કર્તા. જ્ઞાનવિલાસના શિષ્ય લાવણ્યકીર્તિ સાથે ‘રામકૃષ્ણ-ચાપાઈ’ (ર.ઈ.૧૬૨૧/સં. ૧૬૭૭, વૈશાખ સુદ ૫)ની રચના પણ તેમણે કરી હતી. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો; ૬. મરાસસાહિત્ય; ૭. યુજિનચંદ્રસૂરિ;  ૮. જૈગૂકવિઓ : ૧,૩(૧); ૯. ડિકૅટલૉગભાવિ; ૧૦ મુપુગૂહસૂચી; ૧૧. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.]