ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીવિનય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લક્ષ્મીવિનય'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના ગચ્છમાં લઘુખરતર શાખાના અભયમાણિક્યના શિષ્ય. ૪ ખંડમાં વિભક્ત, અભયકુમાર નામક બુદ્ધ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = લક્ષ્મીવિજ્ય-૪ | ||
|next = | |next = લક્ષ્મીવિમલ | ||
}} | }} |
Latest revision as of 11:23, 10 September 2022
લક્ષ્મીવિનય [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના ગચ્છમાં લઘુખરતર શાખાના અભયમાણિક્યના શિષ્ય. ૪ ખંડમાં વિભક્ત, અભયકુમાર નામક બુદ્ધિશાળી અમાત્યની ૪ પ્રકારની બુદ્ધિની કથા નિરૂપતી ‘અભયકુમાર મહામંત્રીશ્વર-રાસ’ (ર.ઈ.૧૭૦૪/સં.૧૭૬૦, ફાગણ સુદ ૫; મુ.) તથા ‘ભુવનદીપક’ પર બાલાવબોધ (ર.ઈ.૧૭૧૧)ના કર્તા. જુઓ લક્ષ્મીવિજ્ય. કૃતિ : અભયકુમાર મહામંત્રીશ્વરનો રાસ, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૮૮૯. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય; ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૨). [કા.શા.]