ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/‘વચનામૃત’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘વચનામૃત’'''</span> [ર.ઈ.૧૮૨૦થી ઈ.૧૮૨૪] : સહજાનંદ સ્વામીએ ગઢડા અને અન્ય સ્થળોએ આપેલાં ૨૬૨ ઉપદેશવચનોનો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગૌરવભર્યુ સ્થાન ધરાવતો ધર્મગ્રંથ(મ...")
 
No edit summary
 
Line 8: Line 8:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વખતચંદ્ર-૨
|next =  
|next = વચ્છ
}}
}}

Latest revision as of 05:01, 12 September 2022


‘વચનામૃત’ [ર.ઈ.૧૮૨૦થી ઈ.૧૮૨૪] : સહજાનંદ સ્વામીએ ગઢડા અને અન્ય સ્થળોએ આપેલાં ૨૬૨ ઉપદેશવચનોનો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગૌરવભર્યુ સ્થાન ધરાવતો ધર્મગ્રંથ(મુ.)સહજાનંદ સ્વામીએ આપેલાં ઉપદેશ-વચનોની નોંધ પરથી મુક્તાનંદ, ગોપાલાનંદ, નિત્યાનંદ અને શુકાનંદ એ શિષ્યોએ આ વચનામૃતોને સંચિત કર્યાં છે તેથી સહજાનંદની પોતાની વાણી આ વચનામૃતોમાં જોવા મળે છે. ધર્મના વિચારોને આચારમાં મૂકી શકાય એવો વ્યવહારુ બોધ આ વચનામૃતોની લાક્ષણિકતા છે. ધર્મશાસ્ત્ર, ભક્તિ, વૈરાગ્ય, નીતિ, વેદાંત, અધ્યાત્મસાધના વગેરે વિશેના વિચારોને લોકગમ્ય વાણીમાં સમજાવવાનો એમાં પ્રયાસ છે, એ રીતે ઈ.૧૯મી સદીના પૂર્વાર્ધમાં ધર્મોપદેશ માટે વપરાતા ગદ્યને સમજવા માટે આ ગ્રંથ ઉપયોગી સાધન બની રહે છે. ગદ્યમાં અનુભવાતો સૌરાષ્ટ્રી બોલીનો પાસ, વાક્યરચનામાં ‘જે’ સંયોજકનો ઉપયોગ, ‘અને’ વડે જોડાતાં વાક્યોની હારમાળા, વિશેષણાત્મક પદસમૂહો અને સંબંધદર્શક ‘તે’નો પ્રચુર ઉપયોગ વગેરે આ ગદ્યની કેટલીક તરી આવતી લાક્ષણિકતાઓ છે.[ચ.મ. , શ્ર.ત્રિ.]