વસુધા/હંકારી જા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|હંકારી જા|}} <poem> :::મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, ::: મારી વીણાની વાણી જગાડી તું જા. ઝંઝાનાં ઝાંઝરને પહેરી પધાર પિયા, ::: કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા, પોઢેલી પાંપણના પડદા ઉપાડી જ...")
(No difference)

Revision as of 10:40, 14 September 2022

હંકારી જા

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.

ઝંઝાનાં ઝાંઝરને પહેરી પધાર પિયા,
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા
સોનેરી સોણલું બતાડી તું જા.          મારીo

સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
દિલનો દડૂલો રમાડી તું જા,
ભૂખી શબરીનાં બોર બેએક આરોગી
જનમભૂખીને જમાડી તું જા.          મારીo

ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરની સેરે ઉતારી તું જા,
મનના માલિક તારી મોજના હલેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા.          મારીo