વસુધા/કોક આવે છે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કોક આવે છે|}} <poem> કદીકે કોક આવે છે, ::: જીવનની નાની કેડીએ ::: થઈ વંટોળ આવે છે. નયનને કારણે ઊભી ટકોરા કૈં લગાવે છે, મિંચાતી પાંપણે બેસી હિલેાળા કૈં જગાવે છે. કદીકે ચિત્તની ચોકી વટાવી...") |
(No difference)
|
Revision as of 11:03, 14 September 2022
કોક આવે છે
કદીકે કોક આવે છે,
જીવનની નાની કેડીએ
થઈ વંટોળ આવે છે.
નયનને કારણે ઊભી ટકોરા કૈં લગાવે છે,
મિંચાતી પાંપણે બેસી હિલેાળા કૈં જગાવે છે.
કદીકે ચિત્તની ચોકી વટાવી દમ ભરાવે છે,
ગરીબની અલ્પ શાન્તિને અહા નિર્દય ઝુંટાવે છે.
ધરીને શકલ યારીની મગજ ભેળું ભમાવે છે,
નથી જ્યાં કોઈ ફાવ્યું ત્યાં સિફતથી ખૂબ ફાવે છે.
બચુકડી આશગુડિયાને અજબ તાલે નચાવે છે,
‘મળી જા’ કે ‘મરી જા’ના સ્વરે મેહફિલ મચાવે છે.
હૃદયની બોલતાં ખિડકી, મિંચી આંખે ઝુકાવે છે,
અહા એ મૌત કે જીવન કર્યો પૈગામ લાવે છે?
કદીકે કોક આવે છે,
અજબ ખુશબૂ ભર્યો ગાંડો
થઈ વંટોળ આવે છે.