કાવ્યમંગલા/વાદળી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વાદળી|}} <poem> ::::સોનેરી વાદળી, :::: રૂપેરી વાદળી, :: ઉતરી રે કહાન મારે તળાવ સન્ધ્યાપ્રભાતના રંગ ભરી પાંખે, સૂરજનાં આંજણાં આંજીને આંખે, સાગરને હૈયે આળોટી એ વાદળી, ::::અમ્રતના ગર્ભ ધરી :...") |
(No difference)
|
Revision as of 07:24, 15 September 2022
વાદળી
સોનેરી વાદળી,
રૂપેરી વાદળી,
ઉતરી રે કહાન મારે તળાવ
સન્ધ્યાપ્રભાતના રંગ ભરી પાંખે,
સૂરજનાં આંજણાં આંજીને આંખે,
સાગરને હૈયે આળોટી એ વાદળી,
અમ્રતના ગર્ભ ધરી
ઉતરી રે કહાન મારે તળાવ.
સૂકાં તળાવ, મારાં સૂકાં સરોવરો,
સૂકાં કમળદળ, સૂકો આ વાયરો,
સૂનાં આકાશ મૂકી નાઠી’તી વાદળી,
ધરતીનો ફેર ફરી
ઉતરી રે કહાન મારે તળાવ.
નાનું તળાવ મારું પાણીડાં છલકે,
ભીનો પવન, કમળ આછેરાં મલકે,
દુનિયાનાં આંસુડાં લોતી એ વાદળી
મલકંતી પ્રેમભરી
ઉતરી રે કહાન મારે તળાવ.
(૧૦ મે, ૧૯૩૧)