સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લતિકા સુમન/એક નરરાક્ષસનો વધ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 9: Line 9:
“તું આ બધું મને શા માટે કહે છે?” વિલાસ ભાંડે ઊકળી ઊઠ્યા, “તું પોલીસ પાસે કેમ ન ગઈ?”

નાસીપાસ થઈ ગયેલી માએ પોલીસસ્ટેશન તરફ ડગલાં માંડ્યાં કે પાછળપાછળ વિલાસ ભાંડે પણ દોરવાયા. તરત જ એમની પત્ની સંધ્યા વચ્ચે પડી: આ તમે શું માંડ્યું છે? વિલાસ ભાંડેને પણ તરત ભાન થયું કે, જો હું આ બાઈને સાથ આપીશ તો અક્કુ મને જીવતો નહીં છોડે. મારી ગેરહાજરીમાં એ નરાધમ મારા પરિવારના કેવા હાલહવાલ કરશે? એડવોકેટ સાહેબના પગ પાછા ઘર તરફ વળી ગયા. એણે ત્યારે ક્યાં કલ્પના કરી હતી કે બે વર્ષ પછી આ જ સ્થિતિ પોતાના પરિવાર માટે ઊભી થવાની છે...!

હવે તો ઘણું મોડંુ થઈ ચૂક્યું હતું. ઇલાની આબરૂ લૂંટાઈ ચૂકી હતી. એક વાર નહીં પણ વારંવાર, અક્કુના બધા સાગરીતો દ્વારા વારાફરતી...
હવે તો ઘણું મોડું થઈ ચૂક્યું હતું. ઇલાની આબરૂ લૂંટાઈ ચૂકી હતી. એક વાર નહીં પણ વારંવાર, અક્કુના બધા સાગરીતો દ્વારા વારાફરતી...
આ બાજુ પોલીસસ્ટેશન પહોંચેલી ઇલાની મા પર પોલીસ સામા તાડૂક્યા: દીકરી સચવાતી ન હોય તો પેદા શું કામ કરી? અક્કુ યાદવ તારા ઘરે જ કેમ આવ્યો? બીજા કોઈના ઘરે કેમ ન ગયો? મા બહુ રડી, કરગરી એટલે કમને પોલીસ એની સાથે કસ્તૂરબાનગર ગઈ. ઘડિયાળમાં ત્રણના ટકોરા વાગી ચૂક્યા હતા. પોલીસે અક્કુ યાદવના સંભવિત અડ્ડાઓ પર તપાસ કરી. અક્કુ કે એના સાથીઓ ક્યાંય નહોતા. થોડીવાર પછી પોલીસના માણસો ચાલ્યા ગયા.

બીજા દિવસે ઇલા પીંખાયેલી હાલતમાં ઘરે પાછી આવી. પોલીસ હજુય અક્કુનું પગેરું શોધી શકી નહોતી. એ જ દિવસે બિસ્તરા બાંધીને ઇલાનો પરિવાર ઘર છોડીને બીજે કશેક જતો રહ્યો. હંમેશ માટે.

Line 41: Line 41:
આ સ્ત્રીઓ કસ્તૂરબાનગરમાં પાછી ફરી ત્યારે અહીં ઉત્સવનું વાતાવરણ સર્જાયું. પાંચેય સ્ત્રીઓનું સન્માન કરવામાં આવ્યું. બસ, તે દિવસથી સન્માનનો જે સિલસિલો શરૂ થયો તે દિવસો સુધી ચાલતો રહ્યો. આટલાં વર્ષો સુધી અક્કુ યાદવના અત્યાચાર પર અંકુશ ન લગાડનાર નેતાઓ, ચૂંટણી નજીક આવી રહી છે એટલે આ મહિલાઓના સત્કાર સમારંભ યોજવાની વાત કરે છે!

અભૂતપૂર્વ ઘટના બને પછી તેને અનેકરંગી પ્રતિક્રિયાઓ મળતી હોય છે. “તમે અક્કુ યાદવને મારી શકો તો અમને પણ...” એવી દલીલ હેઠળ મજૂરી કે પારકાં કામ કરતી કસ્તૂરબાનગરની ઘણી મહિલાઓને પાણીચું આપી દેવામાં આવ્યું છે. ધરપકડ થયેલી અન્ય મહિલાઓ કુસુમ બાગડે, કિરણ નરવણે અને પિંકી નાભકરને પણ તેની નોકરીમાંથી કાઢી મુકાઈ છે.

[‘અભિયાન’ અઠવાડિક: ૨૦૦૪]
{{Right|[‘અભિયાન’ અઠવાડિક: ૨૦૦૪]}}
 
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits