વસુધા/વેશ્યા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વેશ્યા|}} <poem> ગુમાવી ગરમી, ઘેરા શિયાળે જિન્દગીતણા શર્દીમાં સપડાયેલા લોકોને હૂંફ આપતી, આત્મામાં કોલસાકેરી કાલિમાને પ્રજાળીને, સળગી શોભતી જ્વાલા-તણખાને તગાવતી, હુંફાવી સર્વ...")
(No difference)

Revision as of 07:14, 10 October 2022

વેશ્યા

ગુમાવી ગરમી, ઘેરા શિયાળે જિન્દગીતણા
શર્દીમાં સપડાયેલા લોકોને હૂંફ આપતી,
આત્મામાં કોલસાકેરી કાલિમાને પ્રજાળીને,
સળગી શોભતી જ્વાલા-તણખાને તગાવતી,
હુંફાવી સર્વને, અંતે ઠરીને હિમ થૈ જતી,
અગ્નિ ના, કોલસો યે ના, કામનાદૃગ્ધ સૃષ્ટિની
રાખને રક્ષતી માત્ર સઘડી એ સદાતણી.