વસુધા/બુર્ખાનો ઉપકાર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
બુર્ખાનો ઉપકાર

જતી પથે કૈં અવગુણ્ઠનોમાં
છુપાવી મોંના શશી સુન્દરીઓ
હૈયે વલોણાં મચવી જતી ’તી.

સમુદ્રના મન્થનથી મળેલાં
રત્નોતણી વાત ન જાણું, કિન્તુ
શી ચીજ હાલાહલ તે પિછાનતો
થયો નિહાળી મુખ મોહિનીનાં.

આ લાલચુ અંતર એમ એક દી
ગયું ગુંચાઈ બુરખો ધરીને
જનાર કોની પગમોજડીમાં. ૧૦

તહીં અકસ્માત થયાં જ દર્શન
ને રુદ્ર મારું વિષ સૌ ગયા પી.

ઉચ્ચારી મેં ત્યાં સ્તુતિઃ “બંધુ બુર્ખા!
ન રૂપનાં શેખર, રે વિરૂપતા–
તણું ય ખાણો કશી ઢાંકતો તું!