રાણો પ્રતાપ/બીજો પ્રવેશ3: Difference between revisions
Jump to navigation
Jump to search
દૃશ્યાન્તર
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
{{Space}}સ્થળ : ખુશરોજ મેળાનું આભ્યંતરિક દૃશ્ય. સમય : સંધ્યા. | {{Space}}સ્થળ : ખુશરોજ મેળાનું આભ્યંતરિક દૃશ્ય. સમય : સંધ્યા. | ||
{{Right|[માનસિંહજીની બહેન રેવા એકાકી, માળાના ગુચ્છ ધરી રાખીને ઊભી છે. રમણીઓ વિધવિધ વેશ ધરીને ત્યાંથી આવજા કરે છે. મેજ ઉપર ડાબા હાથની કોણી રાખીને ડાબી હથેળી પર લમણું ટેકવી રેવા એ દેખાવ જોઈ રહી છે. તેટલામાં બહુ કીમતી શણગાર સજેલી એક સ્ત્રી આવે છે.]}} | |||
{{Ps | {{Ps | ||
|સ્ત્રી : | |સ્ત્રી : |
Latest revision as of 05:51, 11 October 2022
બીજો પ્રવેશ
અંક ચોથો
સ્થળ : ખુશરોજ મેળાનું આભ્યંતરિક દૃશ્ય. સમય : સંધ્યા.
[માનસિંહજીની બહેન રેવા એકાકી, માળાના ગુચ્છ ધરી રાખીને ઊભી છે. રમણીઓ વિધવિધ વેશ ધરીને ત્યાંથી આવજા કરે છે. મેજ ઉપર ડાબા હાથની કોણી રાખીને ડાબી હથેળી પર લમણું ટેકવી રેવા એ દેખાવ જોઈ રહી છે. તેટલામાં બહુ કીમતી શણગાર સજેલી એક સ્ત્રી આવે છે.]
સ્ત્રી : | આંહીં શું વેચાય છે? |
રેવા : | ફૂલોની માળા. |
સ્ત્રી : | જોઉં એક માળા; શાના ફૂલની છે? |
રેવા : | અપરાજિતા ફૂલ. |
સ્ત્રી : | નામ મોટું; પણ માળા નાની છે. આની કેટલી કિંમત? |
રેવા : | પાંચ સોનામહોર. |
સ્ત્રી : | લ્યો આ પાંચ મહોર; આપો એક માળા. શહેનશાહના ગળામાં પહેરાવી દઈશ. |
[માળા લઈ જાય છે.]
રેવા : | આ સમ્રાજ્ઞી લાગે છે; પણ શહેનશાહને તો ક્યાંય ન જોયા! |
[બીજા વેશમાં બીજી સ્ત્રી આવે છે.]
બીજી સ્ત્રી : | આંહીં ફૂલોની માળા મળે છે! |
રેવા : | હા. |
બીજી સ્ત્રી : | જોઉં! [જોવા લાગે છે.] આ માળા કયા ફૂલની? |
રેવા : | કદમ્બ ફૂલની. |
બીજી સ્ત્રી : | લ્યો આ પૈસા. |
[માળા લઈને રવાના થાય છે.]
રેવા : | કેવો અજબ મેળો! એવી એક પણ વસ્તુ નથી કે જે આંહીં ન વેચાતી હોય. કાશ્મીરી શાલ, જયપુરનાં સ્ફટિકનાં વાસણ, ચીનાઈ માટીનાં પૂતળાં, તુર્કસ્તાની જાજમો ને સિંહલદ્વીપના શંખ; બધી ચીજો મળે. આવો મેળો તો કદી નથી જોયો. |
[ગળામાં માળા પહેરીને અકબર આવે છે.]
અકબર : | આ માળા કોના હાથની ગૂંથેલી? |
રેવા : | મારા. |
અકબર : | તમે મહારાજા માનસિંહનાં બહેન કે? |
રેવા : | હા. |
અકબર : | [સ્વગત] સલીમ આની પાછળ પાગલ બન્યો છે એનું કારણ હવે સમજાયું. ભારતની આવી સામ્રાજ્ઞી બનવાને લાયક તો ખરી! [પ્રકટ] તમારી બીજી માળાઓ જોઉં! આ બધી માળાનું સામટું કેટલું મૂલ? |
રેવા : | એક હજાર મહોર. |
અકબર : | લ્યો આ દામ. હું બધી માળા ખરીદી લઉં છું. |
[માળા લે છે. દામ આપે છે.]
રેવા : | આપ શહેનશાહ અકબર કે! |
અકબર : | તમે સાચી અટકળ કરી. |
[જાય છે.]
સ્થળ : | ખુશરોજ મેળાનું અંદરનું આંગણું. સમય : રાત્રિ. |
[નૃત્યગીત : રાગ ભૈરવી]
- ઓહો! દીપમાલા પ્હેરી મલકી મલકી આ મહાનગરી રાજે,
- ઓહો! નિશીથ પવને ભવને ભવને બાંસુરીના સૂર ગાજે.
- આહા! કુસુમ-ગંધ ભભકે મંદ તોરણે સ્થંભે પ્રાંગણે,
- ઓહો, રૂપ-સમુદ્ર ઝરૂખે ઝરૂખે છલકી ઊઠ્યો છે આજે. — ઓહો.
- ગાય ‘જય જય મોગલરાજ, ભારત ભૂપતિ જય!’
- દક્ષિણે નીલ ફેનિલ સિંધુ, ઉત્તરે હિમાલય.
- આજ એનું ગૌરવ કરે ગર્જન નગરે નગરે ભુવને,
- આજ એને ગૌરવે સુમહોજ્જ્વલ ગગને ગ્રહો વિરાજે. — ઓહો.