અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/હોઠ મલકે તો: Difference between revisions
Jump to navigation
Jump to search

હરીન્દ્ર દવે • હોઠ મલકે તો • સ્વરનિયોજન: માલવ દિવેટિયા • સ્વર: આનતિ શાહ

KhyatiJoshi (talk | contribs) No edit summary |
No edit summary |

(One intermediate revision by one other user not shown) | |||
Line 22: | Line 22: | ||
{{space}}છલકાતો રંગ જો મજીઠો લાગે! | {{space}}છલકાતો રંગ જો મજીઠો લાગે! | ||
</poem> | </poem> | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/c/c5/Hoth_Malake_To-Kshemu_Divetia.mp3 | |||

હરીન્દ્ર દવે • હોઠ મલકે તો • સ્વરનિયોજન: માલવ દિવેટિયા • સ્વર: આનતિ શાહ | |||

{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous =આજની રાત | ||
|next = | |next = જાણીબૂજીને | ||

Latest revision as of 09:33, 11 October 2022
હોઠ મલકે તો
હરીન્દ્ર દવે
હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
મુલક ક્યાંક દીઠો લાગે!
સંગાથે હોય ત્યારે અટવાતાં ચાલીએ
કે એકલાનો રાહ એકધારો,
મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો
ભલે આઘો ઠેલાય આ કિનારો!
મધમીઠો નેહ તારો માણું
સંસાર આ અજીઠો લાગે.
રાત આખી સૂતો ક્યાં સૂરજ સવારે
એની આંખમાં ઉજાગરાની લાલી,
લથડીને ચાલતી આ ચંચલ હવાનો હાથ
ઊઘડેલા ફૂલે લીધો ઝાલી;
તારી આંખના ઉજાગરાનો
છલકાતો રંગ જો મજીઠો લાગે!
હરીન્દ્ર દવે • હોઠ મલકે તો • સ્વરનિયોજન: માલવ દિવેટિયા • સ્વર: આનતિ શાહ