અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/કૃષ્ણ-રાધા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> આ નભ ઝૂક્યું તે કા'નજી {{space}}ને ચાંદની તે રાધા રે. આ સરવર જલ તે કા'નજી...")

No edit summary

(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|કૃષ્ણ-રાધા|પ્રિયકાન્ત મણિયાર}}
<poem>
<poem>
આ નભ ઝૂક્યું તે કા'નજી
આ નભ ઝૂક્યું તે કા'નજી
Line 19: Line 21:
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૩૧)}}
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૩૧)}}
</poem>
</poem>

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/7/79/Aa_Nabh_Jhookyun-Ajit_Sheth.mp3

પ્રિયકાન્ત મણિયાર • આ નભ ઝૂક્યું તે કા'નજી • સ્વરનિયોજન: અજીત શેઠ • સ્વર: વૃંદગાન

{{HeaderNav2
|previous = ગોરસ
|next =ચિત્ર અને શિલ્પ

Latest revision as of 20:33, 11 October 2022

કૃષ્ણ-રાધા

પ્રિયકાન્ત મણિયાર

આ નભ ઝૂક્યું તે કા'નજી
ને ચાંદની તે રાધા રે.
આ સરવર જલ તે કા'નજી
ને પોયણી તે રાધા રે.
આ બાગ ખીલ્યો તે કા'નજી
ને લ્હેરી જતી તે રાધા રે.
આ પરવત શિખર કા'નજી
ને કેડી ચડે તે રાધા રે.
આ ચાલ્યાં ચરણ તે કા'નજી
ને પગલી પડે તે રાધા રે.
આ કેશ ગૂંથ્યા તે કા'નજી
ને સેંથી પૂરી તે રાધા રે.
આ દીપ જલે તે કા'નજી
ને આરતી તે રાધા રે.
આ લોચન મારાં કા'નજી
ને નજરું જુએ તે રાધા રે!

(આ નભ ઝૂક્યું, પૃ. ૩૧)

પ્રિયકાન્ત મણિયાર • આ નભ ઝૂક્યું તે કા'નજી • સ્વરનિયોજન: અજીત શેઠ • સ્વર: વૃંદગાન