ખારાં ઝરણ/ગઝલ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગઝલ|}} <poem> લ્યો, પલાંઠી વાળીને બેઠા છીએ, શ્વાસ રોકી રાખીને બેઠા છીએ. આભના ચહેરે પડી છે કરચલી, પંખીને સંતાડીને બેઠા છીએ. દાબડીમાં સાચવી રાખ્યું હતું, આપનું મન જાણીને બેઠા છીએ. હો...") |
MeghaBhavsar (talk | contribs) (Replaced content with "{{SetTitle}} {{Heading|ગઝલ|}} <poem> લ્યો, પલાંઠી વાળીને બેઠા છીએ, શ્વાસ રોકી રાખીને બેઠા છીએ. આભના ચહેરે પડી છે કરચલી, પંખીને સંતાડીને બેઠા છીએ. દાબડીમાં સાચવી રાખ્યું હતું, આપનું મન જાણીને બેઠા છીએ....") Tag: Replaced |
||
Line 19: | Line 19: | ||
{{Right|૨૬-૮-૨૦૦૯}}<br> | {{Right|૨૬-૮-૨૦૦૯}}<br> | ||
</poem> | </poem> |
Revision as of 10:51, 13 October 2022
ગઝલ
લ્યો, પલાંઠી વાળીને બેઠા છીએ,
શ્વાસ રોકી રાખીને બેઠા છીએ.
આભના ચહેરે પડી છે કરચલી,
પંખીને સંતાડીને બેઠા છીએ.
દાબડીમાં સાચવી રાખ્યું હતું,
આપનું મન જાણીને બેઠા છીએ.
હોઈએ, બેહદ ખુશીમાં હોઈએ,
આંસુ ઊંડાં દાટીને બેઠા છીએ.
મ્યાન કર ‘ઈર્શાદ’ તું તલવારને,
ક્યારના શિર વાઢીને બેઠા છીએ.
૨૬-૮-૨૦૦૯