Line 19: |
Line 19: |

| {{Right|૨૬-૮-૨૦૦૯}}
| | {{Right|૨૬-૮-૨૦૦૯}}

| </poem>

| {{HeaderNav2

| |previous = ?????????

| |next = ??? ?????? ?????

| <poem>

| એમ તો જીવાય છે તારા વગર,

| તું હશે ને ક્યાંક તો મારા વગર?

| આભને તાક્યા કરે એકીટશે,

| આંખ પણ મૂંઝાય પલકારા વગર.

| શ્વાસ ચાલે છે અને છોલાય છે,

| પોઠ ચાલી જાય વણઝારા વગર.

| એક એવી ક્ષણ હવે આપો તરત,

| ઊંઘ આવી જાય અંધારાં વગર.

| ભીંત પર ચિતરેલ પડછાયો ફક્ત,

| હોઈને શું હોઉં હું તારા વગર?

| {{Right|૩૧-૮-૨૦૦૯(હંસાના જન્મદિને)}}

| </poem>

| <poem>

| ક્ષણ ઉપર કાયમ તરે છે, જીવ છે,

| દેહ માફક ક્યાં મારે છે? જીવ છે.

| એ મુસિબતમાં નહીં સાથે રહે,

| શ્વાસ અટકે કે સરે છે, જીવ છે.

| લાખ સ્ક્રિનિંગ બાદ પત્તો ક્યાં મળે?

| ભલભલાને છેતરે છે, જીવ છે.

| અંધ, બહેરો, બોબડો છે તે છતાં,

| દેહ પર શાસન કરે છે, જીવ છે.

| ક્યાંય ઘર કરતો નથી. ‘ઈર્શાદ’ એ,

| રોજ એ ફરતો ફરે છે; જીવ છે.

| {{Right|૧-૮-૨૦૦૯}}

| </poem>

| <poem>

| કૈંક અંદરથી તૂટ્યાનું છે સ્મરણ,

| આભ માથે ઊંચક્યાનું છે સ્મરણ.

| રાત પડતાં હુંય અંધારું થયો,

| જન્મ પહેલાંના જીવ્યાનું છે સ્મરણ.

| હોય તળિયે તો કદાચિત હોય પણ ,

| પાણી ખોબામાં ઝીલ્યાનું છે સ્મરણ.

| આપનો વહેવાર બદલાઈ ગયો,

| બારીથી ધુમ્મસ લૂછ્યાનું છે સ્મરણ.

| પાંદડાં ‘ઈર્શાદ’ ફિક્કાં થાય છે,

| ઝાડને પંખી ઊડ્યાનું છે સ્મરણ.

| {{Right|૧૧-૯-૨૦૦૯}}

| </poem>

| <poem>

| ચિર પ્રવાસી શ્વાસની શું જાત અલગારી હતી?

| આ મળી દુનિયા, પછીથી કેમ સંસારી હતી?

| કૈંક વરસોથી નિમંત્રણ આપતો દરિયો મને,

| આજ લંગર છોડી નાંખી નાવ હંકારી હતી.

| વાયુની પીઠે ચડી ભડભડ સળગતા મહેલથી,

| નાસવા માટે મળેલી તું છટકબારી હતી.

| આ અહીં આવી ગયો ક્યાં ભીડ ભરચક શહેરમાં?

| ગામના નાના તળાવે ડૂબકી મારી હતી.

| અંગ આખું ઝેરથી ‘ઈર્શાદ’ લીલું થાય છે,

| સર્વ ઈચ્છાઓ, અરે રે ! સાપની ભારી હતી.

| {{Right|૧૯-૯-૨૦૦૮}}

| </poem>

| <poem>

| એની ગણતરી થાય છે ફરતા ફકીરમાં,

| ક્યાંથી મકાન બાંધશો ફરતી જમીનમાં?

| ટેકા વગરનું આભ ઝળૂંબે છે શિર ઉપર,

| સારું થયું: શ્રદ્ધા લખી : મારા નસીબમાં.

| શબ્દો પડે છે કાનમાં : ‘ચાલો, પ્રભુ હવે’,

| તું આટલામાં તો નથી મારી નજીકમાં?

| જન્નત છે એ તરફ અને તું છે બીજી તરફ,

| બન્ને તરફ છે ખિસ્સા : મારા ખમીસમાં.

| ‘ઈર્શાદ’ છોને દોડે, આ શ્વાસ વેગમાં,

| જીતી જવાનું ક્યાં છે કૌવત હરીફમાં.

| {{Right|૩-૧૦-૨૦૦૯}}

| </poem>

| <poem>

| તું પ્રથમ એને અહીં સાક્ષાત કર,

| એ પછી એના વિશેની વાત કર.

| કોઈ પણ ઈચ્છા હજી બાકી ખરી?

| હોય તો પહેલાં પ્રથમ બાકાત કર.

| શ્વાસનો આવાસ સૂનો થૈ ગયો,

| વાતને જલદી સમજ ને રાત કર.

| જીવને ખખડાવ ને એને કહે :

| ‘દેહની શું કામ તું પંચાત કર?’

| સ્પષ્ટ શબ્દોમાં કહું ‘ઈર્શાદ’ ને :

| ‘જે મળે છે એ ક્ષણો રળિયાત કર’.

| {{Right|૫-૧-૨૦૧૦}}

| </poem>

| <poem>

| મન કરો રમમાણ ક્યાં છે?

| એક પણ રમખાણ ક્યાં છે?

| પાણી પાસે છે ખરાં, પણ,

| વાયુ પાસે વ્હાણ ક્યાં છે?

| સ્વપ્નની સરહદ હટાવે,

| લક્ષ્યવેધી બાણ ક્યાં છે?

| કેમ ઊડે છે કબૂતર?

| જોઈ લે ભંગાણ ક્યાં છે !

| ‘જાવ તો સોગંદ છે, હોં’,

| એવી ખેંચતાણ ક્યાં છે?

| એક પળમાં દેહ છોડું -,

| (એવાં) સ્વર્ગનાં ખેંચાણ ક્યાં છે?

| જે ગયાં એ તો ગયાં છે,

| ક્યાં ગયાં એ જાણ ક્યાં છે?

| આ જગતને કોઈનું પણ,

| ઠામકું બંધાણ ક્યાં છે?

| {{Right|૨-૧૦-૨૦૦૯}}

| </poem>

| <poem>

| કાયમી આ ઘર નથી,

| તું સમયથી પર નથી.

| કેમ તું અધ્ધર ન જો?

| ખોટું ના ક’હે : ડર નથી.

| બૂઝવો ફાનસ બધાં,

| ક્યાંય પણ ઈશ્વર નથી.

| આંખનાં પાણી તું પા,

| આ ધરા પડતર નથી.

| બે ઘડી તો રાજી થા,

| છો કશો અવસર નથી.

| બંધ ઘર ખોલાવ નહીં,

| કોઈ પણ અંદર નથી.

| જો, હુકમ કરતો નહીં,

| શ્વાસ છે, નોકર નથી.

| {{Right|૨૯-૩૦/૧૧/૨૦૦૯}}

| </poem>

| <poem>

| મને તો હતું કે તું ભૂલી ગઈ,

| અચાનક બધી બારી ખૂલી ગઈ.

| છબીમાં પુરાયેલું પંખી ઊડ્યું,

| જગતભરની ડાળીઓ ઝૂલી ગઈ.

| અરે, સ્તબ્ધ જળ કેમનાં ખળભળ્યાં?

| ગુના તારાટોળી કબૂલી ગઈ.

| ધરા તો ધરા, નભ ને પાતાળમાં,

| હવા એકલી ને અટૂલી ગઈ.

| ગયા હાથ પગ વીંઝવાના ગયા,

| અને લાશ પાણીમાં ફૂલી ગઈ.

| પછી શ્વાસનું પૂર એવું ચઢ્યું,

| અમે સાચવેલી મઢૂલી ગઈ.

| ન બોલે, ન ચાલે ઈશારો કરે

| ‘ગઈ, વલવલંતી એ લૂલી ગઈ.’

| {{Right|'૧૯-૩-૨૦૧૦}}

| </poem>

| <poem>

| છે ખરો કે લા-પતા, ભૈ?

| મન ગણે તે માન્યતા ભૈ.

| આંખ મીંચી યાદ કર તો,

| જીવતા ને જાગતા – ભૈ.

| રોજ મારામાં રહીને,

| દિનબદિન મોટા થતા ભૈ.

| ‘સાંકડું આકાશ બનજો’,

| પંખી કેવું માંગતા – ભૈ?

| વય વધેલી ઢીંગલીને,

| ખૂબ ઊંડે દાટતા, ભૈ.

| શું થયું ‘ઈર્શાદ’ તમને?

| શ્વાસથી કંટાળતા, ભૈ?

| {{Right|૪-૪-૨૦૧૦}}

| </poem>

| <poem>

| રાતભરનાં જાગરણ તેં ક્યાં મૂક્યાં?

| આંખમાં ખારાં ઝરણ તેં ક્યાં મૂક્યાં?

| સાચવીને ત્યાં જ તો મૂક્યાં હતાં,

| એ બધાં તારાં સ્મરણ તેં ક્યાં મૂક્યાં?

| સહેજ પણ તેં ખ્યાલ મારો ના કર્યો?

| હિંસ્ર વન વચ્ચે હરણ તેં ક્યાં મૂક્યાં?

| કાલ સપને કૈં જ ના હું કહી શક્યો,

| વાણી વચ્ચે વ્યાકરણ તેં ક્યાં મૂક્યાં?

| શ્વાસનાં રણઝણતાં ઝાંઝર ફેંકીને,

| બોલને – ચંચળ ચરણ તેં ક્યાં મૂક્યાં?

| {{Right|૨-૩-૨૦૧૦

| (હંસાની મૃત્યુતિથિએ)

| </poem> | | </poem> |