અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/હૈયાની વાત: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> કોકનાં તે વેણને વીણી વીણીને, વીરા! {{space}}ઉછી-ઉધારાં ન કરીએ; હૈયે ઊગે...") |
No edit summary |

(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|હૈયાની વાત| મકરન્દ દવે}} | |||
<poem> | <poem> | ||
કોકનાં તે વેણને વીણી વીણીને, વીરા! | કોકનાં તે વેણને વીણી વીણીને, વીરા! | ||
Line 27: | Line 29: | ||
{{Right|૨૪-૮-’૬૩}} | {{Right|૨૪-૮-’૬૩}} | ||
</poem> | </poem> | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/b/ba/Kokna_Te_Venne-Purushottam_Upadhyay.mp3 | |||

મકરન્દ દવે • કોકનાં તે વેણને વીણી વીણીને, વીરા! • સ્વરનિયોજન: પુરુષોત્તમ ઉપાધ્યાય • સ્વર: વિરાજ-બીજલ | |||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/1/11/Kokna_Te_Venne-Amar_Bhatt.mp3 | |||

મકરન્દ દવે • કોકનાં તે વેણને વીણી વીણીને, વીરા! • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ | |||

{{HeaderNav2 | |||
|previous = ગમતાંનો કરીએ ગુલાલ | |||
|next = ભીતર ભગવો | |||

Latest revision as of 11:52, 15 October 2022
મકરન્દ દવે
કોકનાં તે વેણને વીણી વીણીને, વીરા!
ઉછી-ઉધારાં ન કરીએ;
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ.
કોયલ તો કોઈનો ટહુકો ન માગે ને
મોરલો કોઈની કેકા,
માનવીનું કાળજ તે કેવું કર્યું?
પીડ પોતાની, પારકા લ્હેકા!
રૂડા-રૂપાળા સઢ કોકના શું કામના?
પોતાને તુંબડે તરીએ.
કોઈ કોઈ સંભારે રામટેકરી,
કોઈ ઓઢા-હોથલની ગુહા,
ચોમાસે ક્યાંક ક્યાંક શલોક ચગે
ક્યાંક દરદે નીંગળતા દુહા :
જીવતી ને જાગતી જીવનની ખોઈમાં
કોઈની ભભૂત ન ભરીએ.
પોતાની વાંસળી પોતે બજાવીએ ને
રેલાવી દઈએ સૂર,
ઝીલનારું એને ઝીલી લેશે, ભલે
પાસે જ હોય કે દૂર :
ઓલ્યા તો મોતમાં જીવી ગિયા, વીરા!
જીવતાં ન આપણે મરીએ.
કોકનાં તે વેણને વીણી વીણીને, વીરા!
ઉછી-ઉધારાં ન કરીએ.
૨૪-૮-’૬૩
મકરન્દ દવે • કોકનાં તે વેણને વીણી વીણીને, વીરા! • સ્વરનિયોજન: પુરુષોત્તમ ઉપાધ્યાય • સ્વર: વિરાજ-બીજલ
મકરન્દ દવે • કોકનાં તે વેણને વીણી વીણીને, વીરા! • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ