સોરઠી બહારવટિયા ભાગ-3/3. રામ વાળો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|3. રામ વાળો|}} {{Poem2Open}} અન્યાય થતો હોય તો ત્યાં આડો પડતો. પારકા કજિયા ઉછીના લેતો. ઝાઝું બોલ્યા વિના છાનોમાનો સળગ્યા કરતો. ત્રણેક ચોપડી માંડ ભણ્યો હશે, ત્યાં એક દિવસ બીજા નિશાળિયા ઉ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 6: Line 6:
એકના એક દીકરાને આવો રઝળુ, ઓટી વાળેલ નીવડ્યો જોઈ બાપ લમણાં કૂટતો. બાપનું નામ કાળો વાળો. લલાટે હાથ દઈને બાપ બોલતો કે “રામ દીકરા! આ ગરાસ ગાયકવાડ સરકારે અટકાયતમાં લીધો. આપણી વીઘેવીઘો જમીન વહી ગઈ. પટેલ આપણો ઓલ્યા ભવનો વેરી જાગ્યો, તે એકેય વાત સરેડે ચડવા દેતો જ નથી. એમાં તને કોણ રોટલો ખાવા દેશે?”

રામ બાપના બળાપા સાંભળતો, પણ બોલતો નહિ. એકલો પડે ત્યારે કોઈ ચોપડીમાં વાંચેલી થોડીક કવિતાની લીટીઓનું રટણ કર્યા કરતો. એક તો હતો આ દોહરો :

{{Poem2Close}}
<poem>
જનની, જણ તો ભક્ત જન, કાં દાતા કાં શૂર,  
જનની, જણ તો ભક્ત જન, કાં દાતા કાં શૂર,  
નહિ તો રે’જે વાંઝણી, મત ગુમાવીશ નૂર.
નહિ તો રે’જે વાંઝણી, મત ગુમાવીશ નૂર.
</poem>
{{Poem2Open}}
એ લીટીઓ એને મંત્ર જેવી હતી. એ લીટી બોલતો કે તુર્ત એની મા રાઠોડબાઈ એની નજર સામે તરવરી રહેતાં. પોતે જાણે કે એ દોહાની સાથે પોતાની માના ગુણની રેખાઓ મીંડવ્યા કરતો અને પછી પોતાના જીવતર ઉપર આંખ ફેરવી જતો. બીજી રટતો એક ગઝલની ત્રણ ટૂક :

બનીને મર્દ જે પૂરો, ધસીને સન્મુખે શૂરો,  
બનીને મર્દ જે પૂરો, ધસીને સન્મુખે શૂરો,  
હઠાવ્યા દુશ્મનોને ના, જીવ્યું ધિક્કાર તેનું છે.

Line 15: Line 21:
બને તે સહાય આપીને, પરાયાં કષ્ટ કાપીને,  
બને તે સહાય આપીને, પરાયાં કષ્ટ કાપીને,  
કરી ના અન્યની સેવા, જીવ્યું ધિક્કાર તેનું છે.
કરી ના અન્યની સેવા, જીવ્યું ધિક્કાર તેનું છે.
</poem>
આ એની એક વહાલી કવિતા હતી. હાલતાં ને ચાલતાં એ રટ કરતો અને અબોલ રહ્યો રહ્યો અંદરથી ઊકળ્યા કરતો.
આ એની એક વહાલી કવિતા હતી. હાલતાં ને ચાલતાં એ રટ કરતો અને અબોલ રહ્યો રહ્યો અંદરથી ઊકળ્યા કરતો.
{{Poem2Open}}
<center>*</center>
“કાઠિયાણી! આપણે માથે માછલાં ધોવાય છે.”
“કાઠિયાણી! આપણે માથે માછલાં ધોવાય છે.”
કાળો વાળો પોતાનાં દુઃખ ઘરની ડાહી ઘરનાર પાસે ગાવા બેસતો અને જોગમાયાના અવતાર જેવી આ રાઠોડબાઈ અડીખમ બનીને પોતાના પહોળા હૈયામાં એ આપદા સંઘરતી હતી.

Line 32: Line 40:
“હા, બધો.”
“હા, બધો.”
કાળો વાળો કાઠી ઉતારે ચાલ્યો ગયો અને ઘરના બીજા ઓરડામાંથી રામ ગાતો ગાતો બહાર નીકળ્યો કે —
કાળો વાળો કાઠી ઉતારે ચાલ્યો ગયો અને ઘરના બીજા ઓરડામાંથી રામ ગાતો ગાતો બહાર નીકળ્યો કે —
{{Poem2Close}}
<poem>
બનીને મર્દ જે પૂરો, ધસીને સન્મુખે શૂરો,  
બનીને મર્દ જે પૂરો, ધસીને સન્મુખે શૂરો,  
હઠાવ્યા દુશ્મનોને ના, જીવ્યું ધિક્કાર તેનું છે.
હઠાવ્યા દુશ્મનોને ના, જીવ્યું ધિક્કાર તેનું છે.
</poem>
{{Poem2Open}}
“સાચી વાત, રામ!” મા રાઠોડબાઈએ ટોણો માર્યો, “જીવ્યું ધિક્કાર તેનું છે. સાંભળીને તારા બાપની વાત, બાપ રામ!”

“સાંભળી, મા.”
“સાંભળી, મા.”
“ને આ બધું તું બેઠ્યે કે?”
“ને આ બધું તું બેઠ્યે કે?”
રામ ગાવા લાગ્યો : “જીવ્યું ધિક્કાર તેનું છે!”
રામ ગાવા લાગ્યો : “જીવ્યું ધિક્કાર તેનું છે!”
<center>*</center>
કાળા વાળાનો દેહ છૂટી ગયાને વરસ વળોટ થઈ ગયું છે. રાઠોડબાઈ હવે એકલાં પડી ગયાં. પેટગુજારાની મૂંઝવણ ધીરે ધીરે કળાવા લાગી. ગરાસ જપ્તીમાં ગયો. રામ રઝળુ થયો. અને ગામનો ડોસો પટેલ સરકારમાં હજુયે શાં શાં કાગળિયાં નહિ કરતો હોય એ કોને ખબર! રામના ઉધામાં માને સમજાતા નથી. કોઈ કોઈ વાર રાત પડી જાય, રામ ઘેર આવ્યો ન હોય, હાથમાં લાકડી લઈને આઈ પાદરમાં રામને ગોતે, સીમમાં જઈ “એ બાપ રામ! માડી રામ! ઘેર હાલ્ય! એવા સાદ પાડે. રામ ક્યાંક ઊંડા મનસૂબા ઘડતો ઘડતો પડ્યો હોય, ત્યાંથી ઊઠીને મા ભેળો ઘેર જાય. વાળુ કરાવતાં આઈ પૂછે કે “બેટા! તું મને કહે તો ખરો! તારા મનમાં શું છે? તેં આ શું ધાર્યું છે? આ મારાં લૂગડાંલત્તાં સામું તો જો! હું કાઠીની દીકરી ઊઠીને કેવી રીતે મજૂરીએ જાઉં?”

આઈની મોટી મોટી બે આંખોમાં છલકાતાં આંસુડાં રામ જોઈ રહેતો અને પછી જાણે કાંઈ ખબર જ ન હોય તેમ ગાવા માંડતો કે —

Line 45: Line 57:
થોડે દિવસે રામના મામા આવીને હાજર થયા. અસલ નામ તો રામ ધાધલ, પણ સંસાર છોડીને પરમહંસ દશામાં રહેતા હોવાથી રામસ્વામી નામે ઓળખાતા. અવસ્થા વરસ પચાસેકની હશે. બહેન-ભાઈ બેય એક જ ખમીરનાં હતાં. આઈ પણ જીવતરમાં આકરાં વ્રત-નીમ કરનારાં : એક નીમ તો રોજ સૂરજનાં દર્શન કર્યા પછી જ આહાર-પાણી લેવાનું. એમાં એક વાર ચોમાસાની હેલી બેઠી. ઘનઘોર વાદળમાં સૂરજ દેખાય નહિ, ને દેખ્યા વગર રાઠોડબાઈને અન્ન નામ ખપે નહિ. એક દિવસ, બે દિવસ, એમ એકવીસ દિવસ સૂરજ દેખાણો નહોતો ને આઈએ એકવીસ અપવાસ ખેંચ્યા હતા. એવી બહેનના સંસારત્યાગી ભાઈ રામ સ્વામી પણ જ્ઞાનની લહેરમાં ઊતરી ગયા હતા. સંસારની ગાંઠો એને રહી નહોતી. પણ એણે બહેનનાં કલ્પાંત સાંભળ્યાં ને ભાણેજનાં ઉધામાં દીઠાં. આઈએ ભાઈને છાનામાનાં કહ્યું કે “આ છોકરો ક્યાંઈક કટકા થઈને ઊડી જશે. એનું દલ દનિયામાં જંપતું નથી.”

રામ સ્વામીએ ભાણેજને પોતાના હાથમાં લીધો. આખો દિવસ મામો-ભાણેજ બેય ખેતરમાં જઈ હાથોહાથ ખેડનું કામ સંભાળે અને રાતે મામા રામાયણ, ગીતા વગેરેના ઉપદેશ સંભળાવે. રામ છેટો બેસીને સાંભળ્યા કરે. મામા એને એકધ્યાન થઈને બેઠેલો દેખી સમજે કે રામ ગળે છે અને સંસારના ઉદ્યમમાં એનું ચિત્ત ચોંટતું આવે છે. પણ મામા ભૂલતા હતા : રામ તો એ ધર્મના ચોપડામાંથી પણ ઊલટો જ ઉપદેશ તારવતો હતો : રામાયણ અને ગીતામાંથી એના કાન તો વીરતાના, વેરાગના, મરવા-મારવાના જ સૂર સાંભળી રહ્યા હતાં.

ડોસો પટેલ એટલે વાવડીનો ગાયકવાડ. જાતનો કુંભાર, પણ ઘેર જમીનનો બહોળો વહીવટ રાખે. ગાયકવાડનો મુખી પટેલ એટલે તો ઘેર દોમદોમ સાયબી અને અપરંપાર સત્તા. એ સત્તાએ વાવડીના પટેલ ડોસાને બહેકાવી નાખ્યો હતો. સરકારમાં એની હજાર જાતની ખટપટો ચાલતી જ હોય. અમલદારોને ડોસો કુલકુલાં કરાવતો, એટલે ડોસાનો બોલ ધર્મરાજાના બોલ જેવો લેખાતો અને કેટકેટલાના નિસાસા આ ડોસાના માથા ઉપર ભેળા થયા હતા! ડોસો ગરીબ દાડિયાને દાડી ન ચૂકવે ને પરહદમાં મજૂરી કરવા જવા માટે પોતાની રજાચિઠ્ઠી લેવા આવનારાં પાસેથી પાવલું-પાવલું લાંચ પડાવે. અરે, ડોસાએ તો કુટુંબીઓનેય ક્યાં છોડ્યાં હતાં? સગાની જમીનોની ફારમ ડોસો પોતે જ છાનોમાનો ભર્યે જતો અને એમ પાંચ-સાત વરસની ફારમ ચડાવીને પછી સગાં જ્યારે સામટી ફારમ ભરી ન શકે ત્યારે જમીન પોતાની કરી સગાંને બાવા બનાવતો. કેવો હૈયાવિહોણો! પોતાના સગા દીકરા શવજીએ અફીણ ખાધું. પોતાને ને દીકરાને મનમેળ નહોતો તેટલા સાટુ એણે અફીણ ઉતારવા જ કોઈને નહોતું આપ્યું. દીકરા શવજીનું એણે એ રીતે કમૉત કરાવ્યું હતું. એ શવજી રામનો ભેરુબંધ હતો.

એક દિવસ સવારને ટાણે ડોસા પટેલના આવા ધમરોળ ચાલી રહ્યા છે. કેટલાં કેટલાં દાદ લેવા આવનારાં ગરીબોને ડોસો ગાળો આપે છે, ન કહેવાનાં વેણ કહે છે. એમાં એક બાઈ ઉપર ડોસો તૂટી પડ્યો. ફાટતે મોંએ એણે એ બાઈને ધમકાવી કે “રાંડ! ડાકણ! ગામ આખાનાં છોકરાંના મંતરજંતર કરવા જા અને મારું છોકરું ભરાઈ ગયું ત્યારે કેમ ન આવી?”

Line 65: Line 77:
સાચાખોટા કંઈક વિચારો રામને હૈયે રમી ગયા. ડોસો એની નજરમાં જડાઈ ગયો. ખેડ મેલીને રામ પાછો રઝળવા માંડ્યો. એક ડોસાને પાપે એને અનોખી ગાયકવાડી ખટકી. એનું માથું ફરી ગયું. એમાં એણે દાઝે ભરાઈને ગામના એક સરધારા કુંભારને માર્યો. મુકદ્દમો ચાલ્યો ને રામને ત્રણ મહિનાની ટીપ પડી. ધારીની તુરંગમાં રામને પૂરવામાં આવ્યો. ત્યાં પલટનના સિપાહીઓમાંથી એક પહેરેગીર સાથે એને હેત બંધાણું. એ પહેરેગીર રામની છૂપી ખાતરબરદાસ કરતો હતો. રાતે કે દિવસે જ્યારે બેય ભેગા થાય ત્યારે બેય છૂપી વાતો કરતા હતા. રામે તો ત્યાંથી જ પોતાની વેતરણ આદરી દીધી હતી. આ પહેરેગીર કોણ હતો? ગોંડળ તાબે અમરાપર ગામનો કાઠી. નામ ગોલણ વાળો. ગોંડળની હદમાં એક ખૂન કરીને ગોલણ આંહીં નોકરીમાં પેસી ગયો હતો. રામને એણે કહી દીધું કે “મારે બા’રા નીકળી જાવાનું મન છે, જરૂર પડે તો તેડાવજો!”

ત્રણ મહિને છૂટીને રામ બેવડો દાઝભર્યો બહાર આવ્યો.
ત્રણ મહિને છૂટીને રામ બેવડો દાઝભર્યો બહાર આવ્યો.
<center>*</center>
“રામને કે’જો, હું થોડા દીની મે’માન છું. એક વાર આવીને મને મળી જાય.”

આઈ રાઠોડબાઈનો આ સંદેશો રામને જૂનાગઢમાં મળ્યો. ગોલણે ધારીથી રાજીનામું દઈને જૂનાગઢમાં ઉપરકોટની નોકરી લીધેલી. ત્યાં એનો તેડાવ્યો રામ સંતલસ કરવા ગયો હતો. આઈનો મંદવાડ સાંભળીને અંતરના ઊંડાણમાં કંઈક હરખાતો અને કંઈક દુનિયાની હેતપ્રીતને લીધે દુઃખ પામતો રામ, ગોલણને ભેળો લઈ વાવડી આવ્યો. આઈની પથારી પાસે બેસીને દીકરો દિવસરાત ચાકરી કરવા લાગ્યો. આઈ રાઠોડબાઈનું જાજરમાન શરીર હવે ફરી વાર ઊભું થાય તેમ નહોતું રહ્યું. દીવો ધીમે ધીમે ઝાંખો પડતો હતો. અસલી જુગની કાઠિયાણીનો સાચો ચિતાર આપતાં રાઠોડબાઈ સંસારનાં અનેક વિષ વલોવી વલોવી પી જઈ, પચાવી, અબોલ જીભે, ગામતરે જાતાં હોય તેમ ચાલ્યાં ગયાં. માતાના પિંજરને ભસ્મ કરી રામ વાળો પણ મનમાં મોકળાશ અનુભવવા લાગ્યો. એની બે બહેનો બાબરિયાવાડમાં પરણાવેલી તે પણ આવી પહોંચી. અને સંસારનું છેલ્લું એક કરજ ચુકાવવાનું — આઈનું કારજ કરવાનું — બાકી રહ્યું. તેની વેતરણ કરવામાં રામ લાગી પડ્યો.

Line 74: Line 86:
મકનજી ઠક્કરે આ હુકમ ઉઠાવવામાં બહુ જ થોડી વાર લગાડી. એને તો હૈયે હામ હતી કે જીવતા હશું તો દોઢસો રૂપિયા આઠ દીમાં જ ગીરમાંથી દોહી લેવાશે. ગીર દૂઝે છે ત્યાં સુધી લુવાણા ખોજાને વાંધો નથી.

ગાડું હાંકીને મકનજી અમરેલીને માર્ગે પડ્યો ને રામ ગોલણે વાવડીનો કેડો લીધો. બેય પક્ષ પોતપોતાના મનમાં ખાટ્યા હતા.
ગાડું હાંકીને મકનજી અમરેલીને માર્ગે પડ્યો ને રામ ગોલણે વાવડીનો કેડો લીધો. બેય પક્ષ પોતપોતાના મનમાં ખાટ્યા હતા.
<center>*</center>
“બેન માકબાઈ! આંહીં આવ.”
“બેન માકબાઈ! આંહીં આવ.”
“કેમ, રામભાઈ?”
“કેમ, રામભાઈ?”
Line 85: Line 97:
“તમારે અટાણે રોવાનું નથી. આ લઈ લ્યો છો કે ગામમાંથી બામણોને બોલાવું?” ટાઢોબોળ રહીને રામ બોલ્યો.

મલીરના પાલવ આડે આંસુડાંની ધારો છુપાવતી બહેનોએ ભાઈની બીકે છાનું છાનું રોતાં રોતાં બેય ઢગલાની ગાંસડીઓ બાંધી લીધી. ઘરમાં કાંઈ જ ન રહ્યું. જે ઘરને આંગણે ત્રણ ભાંડરડાં બાળાપણની રમતો રમ્યાં હતાં, તે ઘર આજે મુસાફરખાનું બની ગયું. ખાલી ઘરમાં રામ આનંદથી આંટા દેવા લાગ્યો. સીમમાં જેટલી જમીન બાકી હતી તે શેલ નદી વચ્ચે આવેલા બુઢ્ઢાનાથ મહાદેવની જગ્યામાં અર્પણ કરી દીધી. પછી એણે ગાડું જોડ્યું. બેય બહેનોને ગાડે બેસારી બાબરિયાવાડમાં એને સાસરે મૂકી આવ્યો : માકબાઈને કાતરે પહોંચાડી અને લાખુબાઈને સોખડે. બહેનોના સાસરિયાવાળા વરૂ દાયરાને છેલ્લા રામ રામ કરીને પાછો વળી આવ્યો. છેલ્લી ગાંઠો છૂટી ગઈ. ઘરમાં આવીને એકલો ઘોર આનંદથી બોલી ઊઠ્યો કે “આમાં કાંઈ મારું નથી. આ તો સમશાન છે.”

“આ કાતરિયુંવાળા ભણ્યું કમણ છે?”
“આ કાતરિયુંવાળા ભણ્યું કમણ છે?”
ધારગણી ગામના કાઠી દેશા વાળાના કારજમાં લૌકિકે આવનાર કાઠીનો દાયરો મોટા ફળિયામાં લીમડાને છાંયે બેઠો છે. કસુંબા લેવાય છે. ભરદાયરાની વચ્ચોવચ્ચ બેઠેલા એક અડીખમ બુઢ્ઢા બાબરિયાએ એક પડખે વીરાસન વાળીને વાંકોટડા થઈ અંબાઈ રંગને લૂગડે બેઠેલા બે જુવાનો સામે જોયું અને આંખે નેજવું કરી (આંખો ઉપર હાથની છાજલી કરી), જાણ્યા છતાં અજાણ્યા થઈને અસલી ભાષામાં પૂછ્યું, “આ કાતરિયુંવાળા ભણ્યું કમણ છે?” [“આ કાતરા રાખનારા બહાદુરો કોણ છે?”]

Line 113: Line 125:
“રાવણી જાયેં. ત્યાંની હોળી વખાણમાં છે. ઠઠ જામશે. એમાં કોઈ ઓળખશે નહિ. બોકાનિયું ભીડી લેશું.”

એજન્સીની હકૂમતના રાવણી ગામને પાદર પૂનમની સાંજે જબ્બર હોળી પ્રગટાઈ છે. કૂંડાળું વળીને માણસની મેદની ઊભી છે. ગામલોકો પોતાનાં નાનાં છોકરાંને તેડી હોળી માતાની ફરતા આંટા મારે છે. પાણીની ધારાવાડી દઈને કંઈક માણસો અંદર નાળિયેર હોમે છે. એમ થોડી વાર થઈ. ભડકા છૂટી ગયા. છાણાંનો આડ લાલચટક પકડી ગયો, અને ઘૂઘરી લેવાનો વખત થયો. ‘ભાઈ, ઘૂઘરી!’ એવા હાકલા કરતા લોકો એકબીજાને ધકેલી આગનો ઢગલો ફોળવા ધસે છે. ત્યાં તો ત્રણ બુકાનીદાર જુવાનો લોકોની ભીડ સોંસરવા ધક્કા મારીને મોખરે નીકળી આવ્યા અને અગ્નિની આકારી ઝાળોને ગણકાર્યા વિના લાકડીએથી ઢગલો ફોળી અંદર ઊંડો ભારેલો ભાલિયો હાથ કર્યો. ભાલિયામાંથી પહેલવહેલી ઘૂઘરી એ ત્રણેને ચાખી. પછી પાછા નીકળી ગયા. સૌ જોઈ રહ્યા, પણ કોઈ ઓળખી શક્યું નહિ. ‘ઇ જણ ક્યાંના? માળા ભારી લોંઠકા!’ એમ થોડીક વાત થઈને ઠરી ગઈ. દુહાગીરો દુહા ફેંકવા લાગ્યા. લોકો દુહાની હલક ઉપર જામી પડ્યા.

હુતાશણીના પડવાની રાતે કોઈ હરામખોરો રાવણી ગામના એક લુહાણાને માર મારી એક હજાર રૂપિયા લૂંટી ગયાની વાત ગામોગામ ફૂટી છે અને વાવડીનો ડોસો પટેલ વહેમાઈ ગયો છે કે આ રામ-ગોલણ ક્યાં જઈ આવીને ઘરમાં બેસી ગયા હશે? બિલાડી ઉંદરને ગોતે તેમ ડોસો રામ-ગોલણની ગંધ લેતો રહ્યો. પણ રાવણીની લૂંટ પછી આઠમે દિવસે રામ, ગોલણ, ગોદડ અને નાગ કુંડલેથી ગાડીએ બેઠા. થાન પાસે સૂરજદેવળના થાનક પર પહોંચ્યા. સૂરજદેવળના થાનકે અક્કેક ચોરાસી જમાડી. આઠ દિવસ સુધી કસુંબા કાઢ્યા અને પછી ગાડીએ બેસી કરાંચી ઊતર્યા. ત્યાંની પોલીસે શક ઉપરથી ચારેને અટકાયતમાં લીધા. ધારી ગામના ફોજદારનું ખૂન કરનારા કરણ હાજા અને લખમણ નામે તહોમતદારો હોવાનો પોલીસને વહેમ પડ્યો. એની પાસેના રૂ. સાતસો અટકાયતમાં રાખ્યા. આ ચોરોએ કહ્યું કે “ભાઈ, અમે કરણ હાજા ને લખમણ નથી. અમે તો વાવડીનો રામ,  

અમરાપરનો ગોલણ, વગેરે કાઠીઓ છીએ ને હિંગળાજ પરસવા જઈએ છીએ.”

Line 125: Line 137:
ઊપડ્યા. કરાંચીથી પાંચમે સ્ટેશને જઈને ગાડીમાં લાગુ થયા. ગાડી ચાલી જાય છે. જોખમ ઊતર્યું જણાય છે. ત્યાં તો આગલે સ્ટેશને પોલીસ આવી પહોંચી. ચારેયને અટકાયતમાં લીધા કારણ કે વાવડીથી ડોસા પટેલનો તાર કરાંચી પોલીસ ઉપર આવ્યો હતો. તારમાં લખ્યું હતું કે “એ ચારેય જણા રાવણી ભાંગ્યાના તહોમતદાર છે. માટે ઝાલજો.” બીજો તાર એજન્સી પોલીસનો હતો : “અમારી ટુકડી કબજો લેવા આવે છે. તહોમતદારોને સોંપી દેજો.”

ચારેયને કરાંચી લઈ ગયા. ત્યાંથી તેઓ એજન્સીના બગસરા થાણાવાળી પોલીસ ટુકડીને સુપરત થયા. ફરી ગાડીમાં બેઠા. આખે રસ્તે રામ વાળાએ પોલીસો સાથે એટલી બધી સારાસારી રાખી કે પોલીસ ગાફેલ બન્યા. છેલ્લા દિવસને પરોઢિયે સહુને ઊતરવાનું સ્ટેશન કુંકાવાવ ઢૂકડું આવ્યું. ગાડી ધીરી પડી. રામે પોલીસને ઝોલે ગયેલા દીઠા, એટલે પોલીસની બંદૂક લઈને રામ ગાડી બહાર ઠેક્યો, પાછળ ગોલણ ઠેક્યો. નાગ પણ ઊતર્યો એક ગોદડ રહી ગયો. ખસિયાણી પડેલી પોલીસ ટુકડી ગોદડને લઈ બગસરે ચાલી ગઈ. કાઠિયાવાડમાં દસેય દિશાએ તાર છૂટ્યા.

સંવત 1970ના વૈશાખ મહિનાની અજવાળી દશમ હતી. મંગળવાર હતો. ઊજળો, અંગે લઠ્ઠ અને ઊંચા કાઠાનો ડોસો પટેલ તે દિવસ બપોરે વાવડીના થડમાં કણેર ગામે ડેલીનો આગળિયો ઘડાવવા જતો હતો. એના હાથમાં બાવળનો કટકો હતો. બજારે માણસો બેઠેલા. તેમણે સહજ પૂછ્યું કે “ડોસાભાઈ, અટાણે બળબળતે બપોરે શીદ ઊપડ્યા?”

“અરે ભાઈ, ઓલ્યા કેસરિયા ઊતર્યા છે ને, તે એની સાટુ માણેકથંભ ઘડાવવા જાઉં છું.” ડોસાએ બાવળનો કટકો ઊંચો કરી બતાવ્યો. ડોસા પટેલની જીભમાંથી ધગધગતો મર્મબોલ વરસ્યો અને બજારે બેઠેલા લોકો મર્મ પામી ગયા. કરાંચીથી રામ-ગોલણની ટોળી પકડાઈને ગાડીમાંથી ભાગી છૂટી હતી અને વાવડી ઉપર ક્યાંઈક તૂટી પડશે એવા ભણકારા ડોસાને બોલતા હતા. તેથી ડેલીના મજબૂત બંદોબસ્ત માટે એ આગળિયો કરાવવા જતો હતો. ડોસાનું વેણ લોકોને તે દિવસ બહુ વહરું લાગ્યું. ડોસો નહોતો જાણતો કે આ મશ્કરીને સાચી પાડનાર કાળ પોતાનાથી ઝાઝો છેટો નહોતો.

Line 141: Line 153:
ઊપડ્યા. કૂબડે આવ્યા. રાતે ભૂરા પટેલને ગોત્યો, પણ ભૂરો પટેલ ઘેર નહોતો. ભૂરો પટેલ માતબર ખેડુ હતો. પાકો મુસદ્દી હતો, અને ગાયકવાડી મહાલ પંચાયતનો ઉપાધ્યક્ષ હતો. એ બહાદુર નર બંદૂક પણ બાંધી જાણતો. એ વસ્તીને પીડનાર નહોતો. લાગે છે કે ફક્ત નાગ-ગોદડની સાથે એને લેણદેણની તકરારો ચાલતી હશે. તેથી જ આજ નાગ-ગોદડરામને એને માથે લઈ આવેલા. પાછા ચાલ્યા. બહારવટિયા બાવા વાળાનું રહેઠાણ જમીનો ધડો નામે ઓળખાય છે ત્યાં આવ્યા. ત્યાંથી ગીર-જેતલસર બાવા વાળા બહારવટિયાને નેખમે, ત્યાંથી ચાલીને કનડે ડુંગરે : કનડા ઉપર અઠવાડિયું રહ્યા.

ગીરમાં આવ્યા. ટોળી બાંધી : રામ, ગોલણ, ગોદડ, નાગ, હરસૂર, તગમડિયો, વાલેરો મકવાણો, રામ ભીંસરિયો ને મવાલીખાં પઠાણ : એમ નવ જણનું જૂથ બંધાણું. બીલખા ગામે જઈ, ત્યાંના એક કાઠી દરબારનો આશરો લઈ, હિંગળાજની જાત્રાનો ભગવો ભેખ ઉતાર્યો. ચોરાસી જમાડી અને કેસરિયાં પહેર્યા. રામ તે દિવસ કાંડે મીંઢળ બાંધી વરરાજા બન્યો અને નવ જણાની જાન જોડી મૉતને માંડવે તોરણ છબવા ચાલી નીકળ્યો. તે દિવસ એની અવસ્થા વરસ પચીસ જેટલી જ હતી.

અષાઢ સુદ અગિયારશ હતી અને વાર શુક્રવાર હતો. ગાયકવાડ તાબાના ગોવિંદપરા ગામમાં દીવે વાટ્યો ચડી હતી. ગૌધણ ગામમાં પેસી ગયું હતું. છેલ્લી પાણિયારી પણ બેડું ભરીને વહેતી થઈ હતી. પાણીશેરડે કોઈ રડ્યુંખડ્યું ઢોર અવેડા ઉપર ઊભું હતું. એ વખતે આઠ જણની ફોજ ભેળો રામ ગોવિંદપરાને પાદર આવી ઊભો રહ્યો. ગામમાં પેસતાં પહેલાં રામે કહ્યું, “એલા ભાઈ, ઊભા રહો હારબંધ, હું ગણતરી કરી લઉં.” એમ કહી રામ માણસો ગણવા લાગ્યો : એક બે, ત્રણ… નવ ને દસની સંખ્યા થતાં રામ ચમક્યો, “એલા, આપણે તો નવ છીએ ને?”

“રામભાઈ, ફેર ગણો તો?”
“રામભાઈ, ફેર ગણો તો?”
Line 153: Line 165:
જતાં જતાં ગાયકવાડના મોટા મથક ધારી ગામમાં કે જ્યાં પેદલ પલટન રહે છે ત્યાં એક ચિઠ્ઠી નાખતા ગયા. દિવસ ઊગ્યે ચિઠ્ઠી વંચાણી. અંદર આવી મતલબનું લખ્યું હતું. કે “અમુક અમુક ગામો મેં રામ વાળે જ ભાંગ્યાં છે. બીજા નવાણિયાને નાહક કૂટશો નહિ. ગરાસિયા ઉપર ‘એક આની’ વગેરે નવા નવા કર નાખ્યા છે તે કાઢી નાખજો. નહિ તો રાજબદલો થવો તો કઠણ છે, પણ ધોળે દિવસે ધારીને ચૂંથી નાખીશ. લિ. રામ વાળો.”

ગાયકવાડી પોલીસ અને આજુબાજુની એજન્સી પોલીસ ટોળે વળીને રામને ઝાલવા ફરવા લાગી. પણ બહારવટિયો તો રોજેરોજ ગામડાં ભાંગતો ગયો. ધારી અને અમરેલી જેવાં પોલીસ તેમ જ પલટનનાં માતબર મથકો પણ બહારવટિયાથી બી ગયાં. ગામના ગઢના દરવાજા વહેલા વહેલા બંધ થવા લાગ્યા. તેના દુહા જોડાણા :

ધારી અમરેલી ધ્રૂજે, ખાંભા થરથર થાય,  
ધારી અમરેલી ધ્રૂજે, ખાંભા થરથર થાય,  
દરવાજા દેવાય, રોંઢે દીએ રામડા!
દરવાજા દેવાય, રોંઢે દીએ રામડા!
[હે રામ વાળા! તારા ભયથી ધારી, અમરેલી અને ખાંભા જેવાં મોટાં ગામ થરથરે છે. સાંજ પડતાં પહેલાં તો ગામોના દરવાજા બિડાઈ જાય છે.]
</poem>
'''[હે રામ વાળા! તારા ભયથી ધારી, અમરેલી અને ખાંભા જેવાં મોટાં ગામ થરથરે છે. સાંજ પડતાં પહેલાં તો ગામોના દરવાજા બિડાઈ જાય છે.]'''
<center>*</center>
{{Poem2Open}}
ખોડાવડ ગામમાં છગન મા’રાજ નામે એક વટલેલ બ્રાહ્મણ હતો. બહેકી ગયો હતો. ઘરમાં ત્રણ તો કોળણો બેસારી હતી. પૂરાં હથિયાર બાંધીને હરતોફરતો, અને બોલતો કે “રામ વાળો મારા શા હિસાબમાં? આવે તો ફૂંકી દઉં.”

એક રાતે છગન ખાટલો ઢાળી ફળિયામાં પડ્યો છે. પડખે જ ભરેલી બંદૂક પડી છે. એમાં ઓચિંતો રામ વાળો આવ્યો. એકલો આવીને ખાટલા પાસે ઊભો રહ્યો. હાકલ કરી કે “ઊઠ, એ વટલેલ! માટી થા!”

Line 167: Line 183:
જળજીવડી ગામે આવ્યા. પોલીસપટેલને ખોરડે ગયા. ત્યાંનો પોલીસપટેલ ભૂરો ભાગી નીકળ્યો હતો. ઓસરીમાં ઘરની બાઈઓ બેઠી હતી. ઘર લૂંટવું હોય તો તૈયાર હતું. પણ રામ ન રોકાણો. ઓચિંતી ઓસરીની ખીંટીએ એની નજર પડી. એણે કહ્યું, “ભાઈ નાગ, પટલની ઓલી બંદૂક ઉપાડી લે.”

ફક્ત બંદૂક લઈને ત્યાંથી નીકળી ગયો.
ફક્ત બંદૂક લઈને ત્યાંથી નીકળી ગયો.
<center>*</center>
ચકોહરને ડુંગરે, અષાઢ મહિનાને ટાઢે બપોરે, આવો સંતલસ થાય છે :

“સો વાતેય મારે તમને ઇંગોરાળાનું ગામતરું કરાવવું, રામભાઈ!”

Line 210: Line 226:
જૂઠાને, મૂળજીને અને ચત્રભુજને તરવારના ત્રીસ-ત્રીસ ચરકા થયા. આખાં શરીર ચિતરાઈ ગયાં. ચત્રભુજને તો પેટમાં એક ઊંડો ઘા પણ પડી ગયો, છતાં એ ન માન્યા. અને બાઈઓ હાથમાં પોતાના અંગના દાગીના ધરી આપવા આવી તે બહારવટિયાએ ન રાખ્યા. થોડુંઘણું જે કાંઈ ઘરમાંથી મળ્યું તે લઈ બહાર નીકળીને ‘રામભાઈની જે!’ ‘સૂરજની જે!’ બોલાવી. રામે પડકાર કર્યો કે “જૂઠા મૂળજી, આટલેથી ચેતજો. ગરીબોનાં રગત ઓછાં પીજો!”

એટલું બોલી પાછા વળ્યા. પડખે જ જૂઠા કુનડિયા નામના પટેલનું અભરેભર્યું ઘર ઊભું હતું. ગામમાં બીજાં બે ઘર હતાં : લવજી શેઠ તથા ભવાન પટેલનાં. જાણભેદુ ભોમિયો હમીર વાળો તેમ જ રામ પોતે પણ આ વાત જાણતા હતા. છતાં એને ઇંગોરાળામાંથી ધન નહોતું ઉપાડવું, ફક્ત દાઝ ઉતારવી હતી, એમ લાગે છે. ચોરે આવ્યા. ત્યાં રામ વાળો હાથમાં નેજો ધરી ઊભો રહ્યો. બાકીના દસ જણા કૂંડાળું વળીને તરવાર-બંદૂકો ઉછાળતા, ચોકારો લેતા લેતા ઘડીક ઠેક્યા. પછી ‘જે’ બોલાવતા નીકળી ગયા. પડખે જ નિશાળ હતી. બામણ માસ્તર હતો. માસ્તરના ખાટલા હેઠે છુપાઈને જૂઠા મૂળજીના ઘરના છોકરા બેસી ગયા હતા. તેની અંદર જૂઠા ઠક્કરનો એકનો એક દીકરો વનરાવન પણ બચી ગયો.

કોડીનાર પરગણાનું હડમડિયા ગામ છે. ત્યાંના વેપારી કૂરજી ખોજાને ઘેર ગીરના ગરીબોનાં લોહી ખૂબાખૂબ ઠલવાય છે : જૂઠો ને મૂળજી એના હિસાબમાં નહિ : એવું સાંભળીને રામે નેજો ઉપાડ્યો. હડમડિયે ઊતર્યો. રોળ્યકોળ્ય દિવસ હતો. ધણ વેળા હતી. પાદર જઈને નેજો ખોડ્યો. જણ ગણીને શુકન લીધાં. ખબર હતી કે પોલીસની ગિસ્ત પડી છે, એટલે સરકારી ઉતારામાં પેસી ગયા. લીંબડાને ચોય ફરતો ઊંચો ઓટો હતો તેની ઓથે બેસી ગયા. ઓસરીમાં મોટો ફોજદાર જીવોભાઈ બેઠો બેઠો ગિસ્તને પગાર વહેંચે છે. નાયબ ફોજદાર એકલી સરકારી ટોપી ઓઢીને બેઠો છે. પોલીસોની બંદૂકો ખીંટીઓ પર ટીંગાય છે.

એમાં બરાબર ઓચિંતો ગોળીબાર થયો. હાકલ પડી. પોલીસો ભાગ્યા. બહારવટિયાએ આવીને જોયું તો પાટીદાર જીવોભાઈ મરેલો પડ્યો છે. નાયબ ફોજદારની આવરદા લાંબી હશે એટલે એણે પોતાની ટોપી ઉતારીને ગોઠણ હેઠે દબાવી દીધી. બહારવટિયાએ પૂછ્યું, “કોણ છો?”

Line 252: Line 268:
“રામ!”
“રામ!”
આપાને અને બહારવટિયાને ધાંતરવડી નદીએ નોખી નોખી દિશામાં સંઘરી લીધા.
આપાને અને બહારવટિયાને ધાંતરવડી નદીએ નોખી નોખી દિશામાં સંઘરી લીધા.
<center>*</center>
ખીજડિયા ગામ પર પડ્યા. મોટામાં મોટા વ્યાજખાઉ વાણિયા વેપારીના ઘર પર ગયા. પ્રથમ તો કહ્યું કે “લાવો, શેઠ, તમારા તમામ ચોપડા. એટલે ગરીબોની પીડા તો ટળે!” ચોપડાઓનો ઢગલો કરીને આગ લગાડી. પછી ઘરની અંદર પટારો તોડવા લાગ્યા. ઝાઝી વાર થઈ. તેથી રામ વાળાએ બહાર ઊભાં ઊભાં ત્રાડ નાખી કે “એલા શું કરો છો? આટલી બધી વાર?”

“પટારો તૂટતો નથી,” અંદરથી જવાબ મળ્યો.
“પટારો તૂટતો નથી,” અંદરથી જવાબ મળ્યો.
Line 268: Line 284:
“ના, ના, દરબાર! મારે ખાતર તમારો ગરાસ જાય.”

ડાહ્યો બહારવટિયો ન માન્યો એટલે રાતે એને રામેસર લઈ ગયા. ત્યાંથી એને ગાડામાં નાખી રાતોરાત ગિરનારના બોરિયાગાળા નામના ભયંકર સ્થળ ઉપર મૂકી આવ્યા. બોરિયાગાળાના એક ભોંયરામાં બે ભેરુ રામની સારવાર કરી રહ્યા છે : એક નાગવાળો ને બીજો મેરુ રબારી. બાકીના તમામ ચાલ્યા ગયા છે.

ભોંયરાનું પોલાણ ધીરે અવાજે ગાજતું હતું. પથ્થરો જાણે કે એ ખાનગી વાત સાંભળીને કોઈને કહી દેતા હતા. નાગ અને રામની વચ્ચે કાળી વાત ચાલતી હતી :

“રામભાઈ! મારી નાખીએ.”
“રામભાઈ! મારી નાખીએ.”
Line 287: Line 303:
સામસામી આવી બોલાચાલી થતી રહી, પણ રામ વાળો નીકળતો નથી, કે નથી ગિસ્ત પડમાં આવતી. આખરે ગિસ્તે કાંટાના મોટા મોટા ગળિયા આણ્યા. ઉપરથી ગળિયા નીચે ઉતારીને ભોંયરાના મોઢા આડા દઈ દીધા. પછી આગ લગાડી. તાપે અને ધુંવાડે એ ચોમેરથી બિડાયેલા ભોંયરાને ભરી દીધું.

બહારવટિયો નિરુપાય બનીને જીવતો બફાવા લાગ્યો. છેવટે ન રહેવાયું. જીવ ટૂંકાવા લાગ્યો. તરવાર ખેંચીને એક પગે ખોડંગતો રામ ‘હૂત!’ કરતો બહાર ઠેક્યો. થોડુંક કામ બાકી રહેલું તે ગિસ્તની પચાસ સામટી બંદૂકે પૂરું કર્યું. રામ વાળો ક્યાં રોકાણો?

રામ વાળાનાં લગન આવ્યાં,  
રામ વાળાનાં લગન આવ્યાં,  
લગનિયાંનો ઠાઠ, ગોઝારો બોરિયોગાળો,  
લગનિયાંનો ઠાઠ, ગોઝારો બોરિયોગાળો,  
Line 296: Line 314:
ડુંગરડા દોયલા થિયા! પગ તારો વેરી થિયો!  
ડુંગરડા દોયલા થિયા! પગ તારો વેરી થિયો!  
રામ વાળા ગલઢેરા! ડુંગરડા દોયલા થિયા.
રામ વાળા ગલઢેરા! ડુંગરડા દોયલા થિયા.
</poem>
આ બન્ને રાસડાઓની પછીની ટૂકો મળતી નથી. તે સિવાય રામ વાળાના અરધા અત્યુક્તિભરેલા ને અરધા પ્રાસંગિક દોહાઓ કોઈક રાણિંગ રાવળ નામના વહીવંચાએ આ મુજબ રચેલા છે :

ધાનાણીએ ધીબિયા, બાપ ને બેટો બે,  
ધાનાણીએ ધીબિયા, બાપ ને બેટો બે,  
તુંને નડતા તે, રાખ્યા તળમાં રામડા!
તુંને નડતા તે, રાખ્યા તળમાં રામડા!
[હે રામ ધાનાણી! તને સંતાપનાર બાપ અને દીકરા બન્નેને, એટલે કે ડોસા પટેલને તથા એના પુત્રને તેં તરવારે ધબેડી નાખ્યા.]
</poem>
'''[હે રામ ધાનાણી! તને સંતાપનાર બાપ અને દીકરા બન્નેને, એટલે કે ડોસા પટેલને તથા એના પુત્રને તેં તરવારે ધબેડી નાખ્યા.]'''
<poem>
ધારી અમરેલી ધ્રૂજે, થર થર ખાંભા થાય,  
ધારી અમરેલી ધ્રૂજે, થર થર ખાંભા થાય,  
(એના) દરવાજા દેવાય, રોંઢે દીએ રામડા!
(એના) દરવાજા દેવાય, રોંઢે દીએ રામડા!
[હે રામ વાળા! તારા ભયથી તો ધારી, અમરેલી અને ખાંભા જેવડાં ગાયકવાડનાં શહેરો ધ્રૂજે છે, અને એ શહેરોના કોટના દરવાજા સાંજ પડ્યા પહેલાં તો તારી બીકે બંધ થઈ જાય છે.]
</poem>
'''[હે રામ વાળા! તારા ભયથી તો ધારી, અમરેલી અને ખાંભા જેવડાં ગાયકવાડનાં શહેરો ધ્રૂજે છે, અને એ શહેરોના કોટના દરવાજા સાંજ પડ્યા પહેલાં તો તારી બીકે બંધ થઈ જાય છે.]'''
<poem>
ચાચઈને ડુંગર ચડી, હાકલ દેછ હિન્દવાણ,  
ચાચઈને ડુંગર ચડી, હાકલ દેછ હિન્દવાણ,  
(ત્યાં તો) ખેપટ જાય ખુરસાણ, કાળપૂછાં બીયાં કાળાઉત!

[હે હિન્દુ! હે કાળા વાળાના સુત! ચાચઈ નામના ગીરના ડુંગર પર ચડીને તું જ્યાં ત્રાડ પાડે છે, ત્યાં તો કાળી દાઢીઓવાળા ખોરાસાનીઓ (મુસલમાનો) વંટોળિયે ઊડતી ધૂળની માફક નાસી જાય છે.]
</poem>
'''[હે હિન્દુ! હે કાળા વાળાના સુત! ચાચઈ નામના ગીરના ડુંગર પર ચડીને તું જ્યાં ત્રાડ પાડે છે, ત્યાં તો કાળી દાઢીઓવાળા ખોરાસાનીઓ (મુસલમાનો) વંટોળિયે ઊડતી ધૂળની માફક નાસી જાય છે.]'''
<poem>
પત્રક જે પવાડા તણા, વડોદરે વંચાય,  
પત્રક જે પવાડા તણા, વડોદરે વંચાય,  
(ત્યાં) મરેઠિયું મોલુંમાંય, રુદન માંડે રામડા!

[તારી લડાઈના પત્રો વડોદરામાં પહોંચીને જ્યાં વંચાય છે, ત્યાં તો તેં મારી નાખેલા મરાઠા નોકરિયાતોની સ્ત્રીઓ રુદન આદરે છે.]
</poem>
'''[તારી લડાઈના પત્રો વડોદરામાં પહોંચીને જ્યાં વંચાય છે, ત્યાં તો તેં મારી નાખેલા મરાઠા નોકરિયાતોની સ્ત્રીઓ રુદન આદરે છે.]'''
<poem>
કાબા કોડીનારથી, માણેક લઈ ગયા માલ,  
કાબા કોડીનારથી, માણેક લઈ ગયા માલ,  
(એવા) હડમડિયાના હાલ, કરિયા રામા કાળાઉત!
(એવા) હડમડિયાના હાલ, કરિયા રામા કાળાઉત!
[જેવી રીતે માણેક શાખાના વાઘેર (કાબા) બહારવટિયા કોડીનાર ભાંગીને માલ લઈ ગયેલા તેવી જ રીતે તેં હડમડિયાને બેહાલ કર્યું.]
</poem>
'''[જેવી રીતે માણેક શાખાના વાઘેર (કાબા) બહારવટિયા કોડીનાર ભાંગીને માલ લઈ ગયેલા તેવી જ રીતે તેં હડમડિયાને બેહાલ કર્યું.]'''
<poem>
વાટકી જેવડી વાવડી, રાવણ જેવો રામ,  
વાટકી જેવડી વાવડી, રાવણ જેવો રામ,  
ગાયકવાડનાં ગામ, રફલે ધબેડે રામડો.
ગાયકવાડનાં ગામ, રફલે ધબેડે રામડો.
[વાવડી ગામ એક વાટકી જેવડું નાનું, પણ એનો નિવાસી રામ તો રાવણ જેવો મોટો. એ રાઇફલો વતી ગાયકવાડનાં ગામ ભાંગે છે.]
</poem>
'''[વાવડી ગામ એક વાટકી જેવડું નાનું, પણ એનો નિવાસી રામ તો રાવણ જેવો મોટો. એ રાઇફલો વતી ગાયકવાડનાં ગામ ભાંગે છે.]'''
<poem>
શક્તિ સૂતી’તી શોચમાં, આપેલ નો’તો આહાર,  
શક્તિ સૂતી’તી શોચમાં, આપેલ નો’તો આહાર,  
તૃપત કરી તરવાર, રોડ પિવાડ્યું રામડા!
તૃપત કરી તરવાર, રોડ પિવાડ્યું રામડા!
[તરવાર સ્વરૂપી શક્તિદેવી અફસોસમાં સૂતેલા. એને કોઈ આહાર નહોતું આપતું. પણ, હે રામ! તેં એને રક્ત પિવરાવીને તૃપ્ત કરી.]
</poem>
'''[તરવાર સ્વરૂપી શક્તિદેવી અફસોસમાં સૂતેલા. એને કોઈ આહાર નહોતું આપતું. પણ, હે રામ! તેં એને રક્ત પિવરાવીને તૃપ્ત કરી.]'''
<poem>
ખત્રિયાવટ ખલક તણી, જાતી હેમાળે જોય,  
ખત્રિયાવટ ખલક તણી, જાતી હેમાળે જોય,  
વાવડીએ વાળા! કોય રાખી અમર તેં રામડા!
વાવડીએ વાળા! કોય રાખી અમર તેં રામડા!
[દુનિયાના ક્ષત્રિવટ હિમાલયમાં ગળવા જતી હતી તેને, હે વાળા રામ! તેં વાવડીમાં અમર કરીને રોકી રાખી.]
</poem>
'''[દુનિયાના ક્ષત્રિવટ હિમાલયમાં ગળવા જતી હતી તેને, હે વાળા રામ! તેં વાવડીમાં અમર કરીને રોકી રાખી.]'''
<poem>
કોપ્યો’તો અંજનીનો કુંવર, રોળાણું રાવણરાજ,  

(એમ) અમરેલી ઉપર આજ, ધાનાણી રામો ધખ્યો.
(એમ) અમરેલી ઉપર આજ, ધાનાણી રામો ધખ્યો.
[જેમ અંજનીના કુમાર હનુમાને કોપાયમાન થઈને રાવણનું રાજ રોળ્યું, તેમ, હે રામ ધાનાણી! તું આજ અમરેલી પર કોપ્યો.]
</poem>
'''[જેમ અંજનીના કુમાર હનુમાને કોપાયમાન થઈને રાવણનું રાજ રોળ્યું, તેમ, હે રામ ધાનાણી! તું આજ અમરેલી પર કોપ્યો.]'''
<poem>
કણબી આવ્યો’તો કાઠમાં, એ લેવા ઇનામ,  
કણબી આવ્યો’તો કાઠમાં, એ લેવા ઇનામ,  
હડમડીએ હિંદવાણ, રફલે ધબ્યો રામડા!
હડમડીએ હિંદવાણ, રફલે ધબ્યો રામડા!
[ગુજરાતનો પાટીદાર કણબી ફોજદાર બનીને કાઠિયાવાડમાં ઇનામની આશાએ બહારવટિયા-અમલદાર તરીકે આવેલો. તેને, હે હિંદુ રામ! તેં હડમડિયામાં ઠાર કર્યો.]
</poem>
'''[ગુજરાતનો પાટીદાર કણબી ફોજદાર બનીને કાઠિયાવાડમાં ઇનામની આશાએ બહારવટિયા-અમલદાર તરીકે આવેલો. તેને, હે હિંદુ રામ! તેં હડમડિયામાં ઠાર કર્યો.]'''
<poem>
ગઢ જૂનો ગરનાર, ખેંગારનો સરાપેલ ખરો,  
ગઢ જૂનો ગરનાર, ખેંગારનો સરાપેલ ખરો,  
સંઘર્યો નહિ સરદાર, (નકર) રમત દેખાડત રામડો.

[જૂનાગઢનો ગિરનાર પહાડ રા’ ખેંગારના સમયનો શાપિત બન્યો છે. એ રામવાળાને રક્ષી ન શક્યો, નહિ તો રામ રમત બતાવત.]
</poem>
'''[જૂનાગઢનો ગિરનાર પહાડ રા’ ખેંગારના સમયનો શાપિત બન્યો છે. એ રામવાળાને રક્ષી ન શક્યો, નહિ તો રામ રમત બતાવત.]'''
<poem>
અંગરેજ ને જરમર આફળે, બળિયા જોદ્ધા બે,  
અંગરેજ ને જરમર આફળે, બળિયા જોદ્ધા બે,  
(એવું) ત્રીજું ગરમાં તેં, રણ જગાવ્યું રામડા!

[યુરોપમાં અંગ્રેજ અને જર્મન જેવા બે બળવાન યોદ્ધા લડતા હતા, અને ત્રીજું યુદ્ધ રામ વાળાએ ગીરમાં જગાવ્યું.] (આ દોહામાં ફક્ત એટલું જ ઉપયોગી સૂચન છે, કે રામ વાળાનું બહારવટું પ્રથમ મહાયુદ્ધને વખતે થયેલું.)
</poem>
'''[યુરોપમાં અંગ્રેજ અને જર્મન જેવા બે બળવાન યોદ્ધા લડતા હતા, અને ત્રીજું યુદ્ધ રામ વાળાએ ગીરમાં જગાવ્યું.] (આ દોહામાં ફક્ત એટલું જ ઉપયોગી સૂચન છે, કે રામ વાળાનું બહારવટું પ્રથમ મહાયુદ્ધને વખતે થયેલું.)'''
{{Poem2Close}}
{{Poem2Close}}

18,450

edits

Navigation menu