કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૨૦. ગોરજ ટાણે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૦. ગોરજ ટાણે|}} <poem> બારણે બેસી, નીરખું સાંજ-સવાર, કોઈ ગોવાળનાં ગોધણ રૂડાં આવે-જાય અપાર — બારણે બેસી, નીરખું સાંજ-સવાર. કિરણોની લખ છૂટતી ધેનુ, અબરખી એની ઊડતી રેણુ, કોઈની વેણુ, વાગ...")
 
No edit summary
 
Line 32: Line 32:
૧૨-૪-’૫૬
૧૨-૪-’૫૬
{{Right|(ગોરજ, પૃ. ૧૬૭-૧૬૮)}}
{{Right|(ગોરજ, પૃ. ૧૬૭-૧૬૮)}}
<br>
{{HeaderNav2
|previous = ૧૯. અનોખાં ઈંધણાં
|next = ૨૧. ફોરમ
}}

Latest revision as of 11:14, 10 November 2022

૨૦. ગોરજ ટાણે


બારણે બેસી, નીરખું સાંજ-સવાર,
કોઈ ગોવાળનાં ગોધણ રૂડાં
આવે-જાય અપાર —
બારણે બેસી, નીરખું સાંજ-સવાર.
કિરણોની લખ છૂટતી ધેનુ,
અબરખી એની ઊડતી રેણુ,
કોઈની વેણુ, વાગતી પાઈ દુલાર —
બારણે બેસી, નીરખું સાંજ-સવાર.
મનની મારી કોડ્યથી કાળી,
ઝૂરે આતમધેન રૂપાળી,
ધૂંધળી ભાળી, સાંકડી શેરી-બજાર —
બારણે બેસી, નીરખું સાંજ-સવાર.
ઘડીક ભારે સાંકળ ભૂલે,
ખુલ્લાં ગોચર નયણે ખૂલે,
હરખે ઝૂલે, ઘંટડીના રણકાર —
બારણે બેસી, નીરખું સાંજ-સવાર.
કો’ક દી એનો આવશે વારો,
પામશે એક અસીમનો ચારો,
ગોકળી તારો, ગમતીલો સથવાર —
બારણે બેસી, નીરખું સાંજ-સવાર.
પાડજે સાદ નવા પરિયાણે,
ચેતનનાં અદકાં ચરિયાણે,
ગોરજ ટાણે, ઓથમાં લેજે ઉદાર —
બારણે બેસી, નીરખું સાંજ-સવાર.

૧૨-૪-’૫૬ (ગોરજ, પૃ. ૧૬૭-૧૬૮)