ટોળાં અવાજ ઘોઘાટ/૧૮ -શોધ-૨: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૮ -શોધ-૨|}} {{Poem2Open}} જો હોય તો શોધું છું; પણ નથી. આ અંતિમ ક્ષણ સુધી નથી. અને છે તો ચૈડ-ચૂં કરતા પગરખાનો પણ મહિમા છે અને નથી તો શુદ્ધ ચંદનના લેપનો પણ નથી. અને છતાં રથી કહો તો રથી મહારથી...") |
(No difference)
|
Revision as of 06:22, 11 November 2022
જો હોય તો શોધું છું; પણ નથી. આ અંતિમ ક્ષણ સુધી નથી. અને છે તો ચૈડ-ચૂં કરતા પગરખાનો પણ મહિમા છે અને નથી તો શુદ્ધ ચંદનના લેપનો પણ નથી. અને છતાં રથી કહો તો રથી મહારથી કહો તો મહારથી આ અમે મન સુધી પણ પહોંચી શકતા નથી, મનોરથી. મન થતું હતું એવું પુષ્પની કળી જેવું સળવળીને ઊઘડતું આકાશને અશ્લેષમાં લેતું- ભરી દેતું ભરપૂર પોતાના ગંધકણોથી સમસ્તને સંકલિત કરતું વ્યસ્તને શસ્તને કરતું પ્ર-શસ્ત તે આજે કેમ પામી ગયું અસ્ત ? કરમાઈ ગયું, સંકોચાઈ ગયું, સુકાઈ ગયું અને ખરી પડ્યું- અવાજ વગરની એકલતામાં, નીરવ. આ અહીં જ ખરી પડ્યું છે મન મારું અવાજ વગરની એકલતામાં- જો હોય તો શોધું છું. કળી જેવું હતું જે તંગ ભારોભાર ભરાયેલું ગંધકણોથી ગોપિત ઊઘડું ઊઘડું કરતું. કૂદી જતો હું વાડ સડસડાટ કાંટાની આમ ઊંચકાઈને અદ્ધર અને ધૂળિયા રસ્તા પર ધુબાક્ ચટ ઊભો થઈને સડસડાટ એકીશ્વાસે ચડી જતો ઢાળ રણાસરની પાળ અને ઊઘડેલાં અસંખ્ય ડોલંડોલ નીલ, રક્ત ને શ્વેત વર્ણનાં કમળો લોલંલોલ સ્તબ્ધતા-એકાગ્રતા-તલ્લીનતા-આશ્ચર્ય ઊઘડતું જતું મન પલકારામાં અત્ર આ લળક્યું પવનમાં કમળપત્ર નીચે ઢળક્યું- અને ઢળી ગયું એક મોતી તત્ર. ને પાછાં પવનમાં ફરફરતાં પત્રોએ જરાક નીચે લળીને ઊંચકી લીધાં છે અનેકને ચળકતાં જિરિક જિરિક લળકતાં આમ તર્જની અને અંગૂઠાથી પકડી શકાય એવાં ગોળ મબલખ મબલખ મોતી, આશ્ચર્યનાં. મનકમળના પત્ર ઉપર કંઈ અસંખ્ય લળકયાં છે ચળક્યાં છે ઢળક્યાં છે. જો હોય તો શોધું છું શુકોદર સુકુમાર નલિનીપત્રમ્. શેનાથી ? આ કલમ પકડી છે આંગળીઓથી મજબૂત તેનાથી ? કોણે કોને પકડી છે ? જકડી રાખી છે, પકડી રાખી છે મારી આંગળીઓને અગતિક પદ-પરસ્ત પાંગળીઓને. આમ દઈ દીધી ગાળ અને સ્મૃતિ નીચે સરી ગઈ રણાપરની પાળ. સડસડાટ શ્વાસનો એકસરખો ઢાળ બધું ફંફોસું છું તળેઉપર કરું છું અને ખરું છું સતત નીચે સૂકાં સૂકાં પાન. ખરી ગઈ છે ઇંટો શાળાની ને ઊભું છે ભૂખરું ખંડિયેર વાડ નથી હું સડસડાટ નથી પાળ છે ઢાળ છે ચડું છું હાથના ટેકે નમીને ઊંચકતો આ મારામાં શેના ભરાયેલા આટલા બધા ભારને ? સ્વેદસિક્ત ચશ્માં સરખાં કરીને જોઉં છું એ સૂકાભંઠ વિસ્તારને. તરડાઇ ગયેલા કાદવની કણીઓ ચીરાઇ ગયેલા સરોવરની ધારદાર અણીઓ પર ઉઘાડા પગે ચાલતા એક વૃદ્ધને જોઉં છું અહીં આ ખુરસી પર બેઠા બેઠા ટેબલ પર પાથરેલા કાગળ પર એક વૃદ્ધને જોઉં છું પગલાં ભરીને ખચકાતો ખચકાતો આગળ અને આગળ જતો અને દેખાય છે મને કાગળ અને કાગળ મારા ટેબલના વિસ્તારથી પણ વધારે મારા કમરાના વિસ્તારથી પણ વધારે મારા નગર પર પથરાયેલો ભરચક્ક ભીડ ટોળા બૂમબરાડા અથડાતી કુટાતી સામસામી સંકુલ ગતિમાંથી પસાર થતાં એક વૃદ્ધને જોઉં છું પથરાયેલા કાગળ પરથી પસાર થતા આમ આગળ અને આગળ. પાછળ- મારા ગામથી જોડાયેલો સરોવરને સાંકળતો કાગળ મારા શૈશવને સમાવતો મારા દાદાના ડંગોરા નીચે દબાયેલો કાગળ. આ કેવી શરત કે શિસ્ત કે કર્મકાણ્ડ સતત ચાલ્યા કરતી રુદ્ધ ગતિ અને વિસ્તાર દૂર દૂર કાગળનો આંખથી ન ઓળંગાય એવો અતિ વામ જાઉં કે દક્ષિણ ? ક્યારે આવશે અંત ? ક્યારે ખીણ ? તાપ છે શેકાય છે હમણાં ઓગળશે એમ લાગ્યા કરે છે પણ ઓગળતું નથી આ મીણ નિર્હેતુક બંધાયેલું, આપોઆપ સહજ જ સ્વાભાવિક પ્રાકૃતિક રીતે કણકણથી પરસ્પર સંધાયેલું. અથવા ઓગળીને અલગ ન થઈ જાય એવી અનુકૂળતા. કદાચ ઓગળશે તોય અલગ થશે નહીં. રેલાશે એકસરખું આગળપાછળ પ્રસરશે પાતળું પ્રવાહી જેમ પ્રસરે છે સતત ભૂત-ભાવિમાં આ અંદરનો ઓગળતો જતો પદાર્થ ઘન. ખન ખન અવાજે આ શ્વાસોચ્છવાસની બેડી ગેડી નથી હાથમાં, નથી દડાનું કોઈ સ્મરણ હાથમાં છે કલમ ખરેલા પત્રોને ખસેડતી કે સતત ખેરવતી સૂકાં સૂકાં પાન. શું હશે સાચું ? કાચું પણ નથી; તેથી નથી પાકવાની આશા. ફલ કેવી રે હશે ચીજ ? બીજ હોય તો બોવીએ રે. શેમાં ? કાગળમાં ? એકધારો અલબત્ત ઘસડાતો, સડસડાટ નહીં, ઢસડતો-ફસડાતો પણ ઊભો થઈને ફરી પાછો ઘસડાતો, ઢસડાતો આગળ ને આગળ એક પ્રલંબ કાગળ પર જતા વૃદ્ધને આંખની જગ્યાએ આંખો નથી પણ કાગળ છે નાકની જગ્યાએ નાક નથી પણ કાગળ છે કાનની જગ્યાએ કાન નથી પણ કાગળ છે સપાટ છે એવો ચહેરો સ્પષ્ટ કાગળ જેવો જેવો આગળ છે તેવો પાછળ છે કાગળ દબાયેલો ડૂચાવાળો પણ ઉકેલીને સીધો સરખો સપાટ કરેલો વળેલો, અસંખ્ય કરચલીઓથી ભરેલો, કાગળ જેવો મારા દાદાનો મારી સ્મૃતિમાં છે તેવો દર્પણમાં ડોકાઈ જતો જે આમ નજરની સામે ને દર્પણમાં પથરાયેલા કાગળ પર અચકાતો ખચકાતો જે ચાલે છે મારી સામે, કે પીઠ ફરીને જતો દૂર મારાથી ? તેનો સ્પષ્ટ નથી નિશ્ચય થઈ શકતો પગ ઊંચકાતા ઉપર ને મુકાતા નીચે હાથ હલે આગળ-પાછળ બે કરમાં કલમલાકડી પકડી- કોણે આ કલમી વાવેતર કીધા ઝર્યા કરે છે બીજ સતત લાખ્ખો હર્ષિત ને ટટ્ટાર સ્ત્રાવ જે થતો સતત આ શબ્દસ્ત્રાવ, આ તર્કસ્ત્રાવ, આ કલ્પસ્ત્રાવ આ શુક્રસ્ત્રાવ ટટ્ટાર હર્ષ કાગળની સામે કામક્રીડા. સરરાતી સરરાતી તું મોરી મા નિત નિત મારો ઝરી જતો આ શબ્દસ્ત્રાવ ને તર્કસ્ત્રાવ ને કલ્પસ્ત્રાવ ને શુક્રસ્ત્રાવ ને સ્વપ્નસ્ત્રાવ. તંગ ટોચનું સુખ, અને વિચ્છેદ થતાં દુઃખ. ભૂખ કે જેનો અંત નહીં. આ શબ્દસ્ત્રાવનો સ્વપ્નસ્ત્રાવનો અંત નહીં. શોધું છું પથરાયેલા- આ- પ્રલંબ કોરા કરચલિયાળા તરડાયેલા ધારદાર ભોંકાતા હરદમ કાગળના રસ્તે ઢસડાતો મળી જાય જો ખરી પડેલું, મન. (જુલાઈ-સપ્ટેમ્બર : ૧૯૭૮)