કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૩૨. ભજન કરે તે જીતે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૨. ભજન કરે તે જીતે|}} <poem> વજન કરે તે હારે રે મનવા ::: ભજન કરે તે જીતે. તુલસી-દલથી તોલ કરો તો ::: બને પવન-પરપોટો, અને હિમાલય મૂકો હેમનો ::: તો મેરુથી મોટો : આ ભ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 35: | Line 35: | ||
૪-૧૦-’૬૨ | ૪-૧૦-’૬૨ | ||
{{Right|(સંજ્ઞા, પૃ. ૧૦૧-૧૦૨)}} | {{Right|(સંજ્ઞા, પૃ. ૧૦૧-૧૦૨)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૧. ચણીબોર | |||
|next = ૩૩. ભીતર ભગવો | |||
}} |
Latest revision as of 11:52, 11 November 2022
૩૨. ભજન કરે તે જીતે
વજન કરે તે હારે રે મનવા
ભજન કરે તે જીતે.
તુલસી-દલથી તોલ કરો તો
બને પવન-પરપોટો,
અને હિમાલય મૂકો હેમનો
તો મેરુથી મોટો :
આ ભારે હળવા હરિવરને
મૂલવવો શી રીતે! —
રે મનવા, ભજન કરે તે જીતે.
એક ઘડી તને માંડ મળી છે
આ જીવતરને ઘાટે,
સાચ-ખોટનાં ખાતાં પાડી
એમાં તું નહીં ખાટે :
સ્હેલીશ તું સાગરમોજે કે
પડ્યો રહીશ પછીતે? —
રે મનવા, ભજન કરે તે જીતે.
આવ, હવે તારા ગજ મૂકી,
વજન મૂકીને વરવાં,
નવલખ તારા નીચે બેઠો
ક્યાં ત્રાજવડે તરવા?
ચૌદ ભુવનનો સ્વામી આવે
ચપટી ધૂળની પ્રીતે —
રે મનવા, ભજન કરે તે જીતે.
૪-૧૦-’૬૨ (સંજ્ઞા, પૃ. ૧૦૧-૧૦૨)