કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૪૭. ટહુકાનું તોરણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 26: Line 26:
{{Right|(અમલપિયાલી, ૧૯૮૦, પૃ. ૧૧૧)}}
{{Right|(અમલપિયાલી, ૧૯૮૦, પૃ. ૧૧૧)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૬. અજ્ઞાતવાસ
|next = ૪૮. શબદ
}}

Latest revision as of 12:03, 11 November 2022

૪૭. ટહુકાનું તોરણ


પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ
       ઊગતી પરોઢને બારણે —
        આ તેજની સવારી કોને કારણે?

નાનકડા માળામાં પોઢેલા કંઠ, તારે
        આભના સંબંધનો સૂર?
એકાદો તાર જરા ઢીલો પડે તો થાય
        આખું બ્રહ્માંડ ચૂર ચૂર,
એવી ગૂંથેલ અહીં સાચની સગાઈ
       એક તારાથી પંખીને પારણે —
               આ તેજની સવારી કોને કારણે?

પંખીના ટહુકાની પ્યાલીમાં પીઉં આજ
        ઊગતા સૂરજની લાલી,
કોણ જાણે કેમ, એવું સારું લાગે છે, મારે
        અંગ અંગ ખેલતી ખુશાલી,

આદિ-અનાદિનો ઝૂલે આનંદ કોઈ
        ભૂલ્યા-ભુલાયા સંભારણે —
                આ તેજની સવારી કોને કારણે?
(અમલપિયાલી, ૧૯૮૦, પૃ. ૧૧૧)