કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૨૫. માધવ ક્યાંય નથી મધુવનમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading| ૨૫. માધવ ક્યાંય નથી મધુવનમાં}} <poem> ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં : {{Space}}{{Space}}{{Space}}માધવ, ક્યાંય નથી મધુવનમાં. કાલિન્દીનાં જલ પર ઝૂકી {{Space}}{{Space}}પૂછે કદંબડાળી, યાદ તને બેસી અહીં વેણુ {{Spa...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading| ૨૫. માધવ ક્યાંય નથી મધુવનમાં}}
{{Heading| ૨૫. માધવ ક્યાંય નથી મધુવનમાં}}
<poem>
<poem>
Line 20: Line 21:
{{Space}}{{Space}}ગયાં ભાગ્ય મુજ ફૂટી;
{{Space}}{{Space}}ગયાં ભાગ્ય મુજ ફૂટી;
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમાં :
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમાં :
{{Space}}{{Space}}{{Space}}માધવ, ક્યાંય નથી મધુવનમાં.
{{Space}}{{Space}}{{Space}}માધવ, ક્યાંય નથી મધુવનમાં.<br>
૧૯૬૩
૧૯૬૩
</poem>
</poem>
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૩૭-૧૩૮)}}
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૩૭-૧૩૮)}}
<br>
{{HeaderNav2
|previous = ૨૪. મારા નૅણમાં
|next = ૨૬. લીલી આ વનરાજી...
}}

Latest revision as of 02:46, 13 November 2022

૨૫. માધવ ક્યાંય નથી મધુવનમાં

ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં :
                           માધવ, ક્યાંય નથી મધુવનમાં.
કાલિન્દીનાં જલ પર ઝૂકી
                  પૂછે કદંબડાળી,
યાદ તને બેસી અહીં વેણુ
                  વાતા'તા વનમાળી?
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પન્દનમાં :
                                    માધવ, ક્યાંય નથી મધુવનમાં.
કોઈ ન માગે દાણ
         કોઈની આણ ન વાટે ફરતી,
હવે કોઈ લજ્જાથી હસતાં
                  રાવ કદી ક્યાં કરતી!
નંદ કહે જશુમતીને, માતા વ્હાલ ઝરે લોચનમાં :
                           માધવ, ક્યાંય નથી મધુવનમાં.
શિર પર ગોરસમટુકી
                  મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન લાગ્યો,
                  ગયાં ભાગ્ય મુજ ફૂટી;
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમાં :
                           માધવ, ક્યાંય નથી મધુવનમાં.

૧૯૬૩

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૩૭-૧૩૮)