કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૩૫. મારો ચન્દ્ર: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Heading| ૩૫. મારો ચન્દ્ર}} <poem> જ્યાં માનવીના ચરણનો સ્પર્શ થયો છે એ અવકાશી પદાર્થ મારી કવિતાના આકાશમાં ચમકે છે એ ચન્દ્ર નથી. એ ધરતી, એ ધરતીની માટી, ત્યાં દેખાયેલાં દૃશ્યો... બધું સુંદર છે, પણ એથ...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading| ૩૫. મારો ચન્દ્ર}} | {{Heading| ૩૫. મારો ચન્દ્ર}} | ||
<poem> | <poem> | ||
Line 21: | Line 22: | ||
હું પણ સ્તબ્ધ અને મુગ્ધ છું. | હું પણ સ્તબ્ધ અને મુગ્ધ છું. | ||
પણ એ મારી કવિતાના આકાશમાં | પણ એ મારી કવિતાના આકાશમાં | ||
ચમકે છે, એ ચન્દ્ર નથી. | ચમકે છે, એ ચન્દ્ર નથી.<br> | ||
૧૯૬૯ | ૧૯૬૯ | ||
</poem> | </poem> | ||
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૨૭૯)}} | {{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૨૭૯)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૪. ગમે છે એટલો તૂરો... | |||
|next = ૩૬. મારા દેશમાં | |||
}} |
Latest revision as of 02:57, 13 November 2022
૩૫. મારો ચન્દ્ર
જ્યાં માનવીના ચરણનો સ્પર્શ થયો છે
એ અવકાશી પદાર્થ
મારી કવિતાના આકાશમાં ચમકે છે એ ચન્દ્ર નથી.
એ ધરતી,
એ ધરતીની માટી,
ત્યાં દેખાયેલાં દૃશ્યો...
બધું સુંદર છે,
પણ એથીયે સુંદર છે
મારી કવિતાના આકાશના એ ચન્દ્ર સાથે
વિરહની રાતે રચાતું તારામૈત્રક.
એ માટીના કણોમાં મારી પ્રિયતમાનો
ચહેરો ન શોધતા;
એ વિપુલ અવકાશમાં મારાં સ્વપ્નોનું હરણ
ક્યાં સંતાયું છે એની ખોજ ન કરતા.
દુર્વાસાના શાપે જેને
શતસહસ્ર જ્વાળામુખોની આંખો ફૂટી છે,
એ આ અગોચર પ્રદેશના
રમણીય દર્શનથી
હું પણ સ્તબ્ધ અને મુગ્ધ છું.
પણ એ મારી કવિતાના આકાશમાં
ચમકે છે, એ ચન્દ્ર નથી.
૧૯૬૯
(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૨૭૯)