કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૧૫. દર્શન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading|૧૫. દર્શન}} <poem> ઉઘાડી આંખોને દર્શન આપો છો {{Space}} બની ઝાડ-પાન-ફળિયું ને ઘર, મીંચેલી પાંપણના ઝળહળતા અંધારે {{Space}} {{Space}} ન્યાળું છું નિત્ય હરિવર! કૌતુક આ કેવું કે હૈયાને ધબકારે {{Space}}{{Space}} ગૂંથાતુ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|૧૫. દર્શન}}
{{Heading|૧૫. દર્શન}}
<poem>
<poem>
Line 20: Line 21:
નિજમાં બ્રહ્માંડો સમાવનાર વિશ્વરૂપ
નિજમાં બ્રહ્માંડો સમાવનાર વિશ્વરૂપ
{{Space}}{{Space}} કીકીમાં આવી સમાય!...
{{Space}}{{Space}} કીકીમાં આવી સમાય!...
 
<br>
૧૯૭૧
૧૯૭૧
</poem>
</poem>
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૭૪)}}<br>
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૭૪)}}
<br>
{{HeaderNav2
|previous = ૧૪. વિદાય
|next = ૧૬. પાસપાસે તોય
}}

Latest revision as of 05:04, 13 November 2022

૧૫. દર્શન

ઉઘાડી આંખોને દર્શન આપો છો
          બની ઝાડ-પાન-ફળિયું ને ઘર,
મીંચેલી પાંપણના ઝળહળતા અંધારે
                    ન્યાળું છું નિત્ય હરિવર!

કૌતુક આ કેવું કે હૈયાને ધબકારે
                   ગૂંથાતું જાય એક ગીત,
પળે પળે પમરંતા શ્વાસ તણી બંસીમાં
                    બજવો છો જીવન-સંગીત...

ઊંઘમાંય પાંપણને પોપચે બિછાવો છો
                   હૂંફાળું ફૉરું ગગન,
સમણાંના ગોકુળમાં આવો છો શ્યામ,
                    લઈને સંગાથે વનરાનું વન...

સ્મિતની પ્રફુલ્લ એક લ્હેરખીમાં,
          આંખોની સુરખીમાં તમને પમાય;
નિજમાં બ્રહ્માંડો સમાવનાર વિશ્વરૂપ
                   કીકીમાં આવી સમાય!...


૧૯૭૧

(અંતરનું એકાંત, પૃ. ૭૪)