કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૧૬. મબલખ પાક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૬. મબલખ પાક| }} <poem> જ્યાં દેખો ત્યાં ખાક જ ખાક! મન જિજ્ઞાસુ, ઈશ અવાક! મોહની લાંબી નિંદર છાઈ, વાગી કેવી જન્મની ત્રાક! <ref>ત્રાક વાગવાથી લાંબી નિદ્રામાં પડેલી ‘ઊંઘતી કુંવરી’ Sleeping Princess...")
 
No edit summary
 
Line 33: Line 33:
|next = ૧૭. ને હું છું
|next = ૧૭. ને હું છું
}}
}}
<br>

Latest revision as of 06:27, 14 November 2022

૧૬. મબલખ પાક


જ્યાં દેખો ત્યાં ખાક જ ખાક!
મન જિજ્ઞાસુ, ઈશ અવાક!

મોહની લાંબી નિંદર છાઈ,
વાગી કેવી જન્મની ત્રાક! [1]

એક જ પંથે લાખ ઉતારા,
અણથક છે આતમનો થાક.

ઊપડે કાં મૃત્યુનાં કદમો?
બેઠી છે જીવનની ધાક.

નિત્ય નિરાળા ઘાટો એના,
દેહનો પિંડો, આતમ-ચાક.

દિલની ધરતી, પ્રેમનાં આંસુ;
ઉત્તમ વર્ષા, મબલક પાક.

શૂન્ય થવાનો મહિમા કેવો?
ચૌદે લોકે વાગી હાક.

(શૂન્યનો વૈભવ, પૃ. ૧૯૦)



  1. ત્રાક વાગવાથી લાંબી નિદ્રામાં પડેલી ‘ઊંઘતી કુંવરી’ Sleeping Princessની લોકકથાના આધારે