કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/કવિ અને કવિતાઃ શૂન્ય પાલનપુરી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(6 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કવિ અને કવિતાઃ શૂન્ય પાલનપુરી| }}
{{Heading|કવિ અને કવિતાઃ શૂન્ય પાલનપુરી| }}
[[File:Shunya_Palanpuri.jpg|frameless|center]]<br>




Line 103: Line 106:
<poem>
<poem>
<center>
<center>
‘નાવ ડુબવવા કાજે સાગર લાખ ઉછાળા ખાએ!
'''‘નાવ ડુબવવા કાજે સાગર લાખ ઉછાળા ખાએ!'''
નાવિક જેનો અણનમ એનો વાળ ન વાંકો થાએ,
'''નાવિક જેનો અણનમ એનો વાળ ન વાંકો થાએ,'''
માથું પટકી નિષ્ફળ મોજાં છેવટ હિંમત હારે,
'''માથું પટકી નિષ્ફળ મોજાં છેવટ હિંમત હારે,'''
:::::: શૂન્ય કિનારે.’
::::::: શૂન્ય કિનારે.’
</poem>
</center>
{{Poem2Open}}
કવિએ જીવનનું સત્ય લાધ્યું છે. પાપ અને પુણ્યની ઘટમાળ અટકી શકે તેમ નથી એટલે જ તો કવિ કહે છેઃ
{{Poem2Close}}
<poem>
<center>
'''‘જિન્દગીને જિન્દગી રે’વું છે જગમાં એટલે'''
'''પુણ્ય સાથે પાપને પણ એ નભાવી જાય છે'''
</poem>
</center>
{{Poem2Open}}
હૃદયની વેદના, વિરહ, પ્રણયવૈફલ્ય વગેરેના સહજ સ્વીકાર સાથે આ કવિના અનુભવોનું સત્ય કાવ્યરૂપ–ગઝલરૂપ પામ્યું છેઃ
{{Poem2Close}}
<poem>
<center>
'''‘મજા આવે છે કેવળ ચાલવામાં,'''
'''અહીં મંઝિલ તણી કોને પડી છે?'''
... ... ...
'''મધુરું સ્મિત શું ફરકે છે હોઠે!'''
'''હૃદયની વેદના રમતે ચડી છે.’'''
</poem>
</center>
{{Poem2Open}}
હૃદયની વેદનાને પણ આ કવિએ કેવી રમતિયાળ કલ્પી છે. વેદના પણ રમતે ચડે ત્યારે હોઠ પર મધુરું સ્મિત થઈને ફરકે છે. એ જ કવિ કહે છેઃ
{{Poem2Close}}
<poem>
<center>
'''‘ગમનો પણ આઘાત છે કેવો?'''
'''હસતાં હસતાં રોઈ પડાયું.’'''
</poem>
</center>
{{Poem2Open}}
છતાં આ કવિની ખુમારી અને મિજાજ જુઓઃ
{{Poem2Close}}
<poem>
<center>
'''‘મોતને કહી દો ન મૂકે હોડમાં નિજ આબરૂ,'''
'''શૂન્ય છે એ કોઈનો માર્યો કદી મરશે નહીં.’'''
<center>*</center>
'''‘બંદગી હો કે ગઝલ હો, ક્યાંય લાચારી નથી;'''
'''કોઈની પણ મેં ખુદાઈ એમ સ્વીકારી નથી.'''
... ... ...
'''એટલે તો કાળ સામે છું અડીખમ આજે પણ —'''
'''બાજીઓ હારી હશે, હિંમત હજી હારી નથી.'''
'''પાનખરને મેં વસંતો જેમ માણી છે જરૂર —'''
'''પાનખરને મેં વસંતો જેમ શણગારી નથી.’'''
</poem>
</poem>
</center>
</center>
{{Poem2Open}}
તો તેમની પાસેથી ઉપદેશાત્મક શે’ર પણ મળે છેઃ
{{Poem2Close}}
<poem>
<center>
'''‘કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો;'''
'''અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.’'''
</poem>
</center>
{{Poem2Open}}
‘શૂન્ય’ પાલનપુરીની ગઝલોમાં બોલચાલની સહજ સરળ ભાષા તેમજ છંદ-લય સહજ રીતે ચાલે છે ને ગઝલ પર ગઝલ સર્જાતી આવે છે. ટૂંકી બહેરમાં પણ એમણે ઉત્તમ ગઝલો સર્જી છે; જેમ કે –
{{Poem2Close}}
<poem>
<center>
'''‘જીવન હો અમૃત કે ઝેર,'''
'''ખાવું, પીવું, લીલા-લહેર.'''
... ... ...
'''છોડ અભરખા શૂન્ય થવાના,'''
'''ઈશ્વરથી કાં બાંધે વેર?’'''
</poem>
</center>
{{Poem2Open}}
આ ગઝલની લયકારી જુઓ, ઝીણું નકશીકામ જુઓ –
{{Poem2Close}}
<poem>
<center>
'''‘મારી મિલકત, ધૂળની ચપટી,'''
'''સ્થાવર સ્થાવર, જંગમ જંગમ.'''
'''એક નજરમાં દિલની વાતો,'''
'''મોઘમ જાહેર, જાહેર મોઘમ.'''
... ... ...
'''થનગન હૈયું, રિમઝિમ આશા!'''
'''રૂપની પાયલ, પ્રેમની સરગમ.’'''
</poem>
</center>
{{Poem2Open}}
‘શૂન્ય’ પાલનપુરીની ગઝલોમાં જીવન વિશેનું ચિંતન, દર્શન સંવેદનની સચ્ચાઈ સાથે પ્રગટ થાય છે.
કવિશ્રી ચંદ્રકાન્ત શેઠ લખે છેઃ
‘શૂન્ય તો અલગારી શાયરનાં ખમીર અને ખુમારીના ગાયક. તેમની ગઝલોનાં મૂળિયાં આત્મતત્ત્વ ને પરમતત્ત્વની ભોંયમાં હોવાનું વરતાય છે.’
તો કવિશ્રી હરીન્દ્ર દવેએ નોંધ્યું છેઃ
‘શૂન્ય સંસારવિષયક વ્યથાથી આરંભી પરમાત્મા-વિષયક વિષાઘ્ની આધ્યાત્મિકતા સુધી ગતિ કરે છે. એટલે તો ‘તગઝ્ઝુલ’ (સાંસારિક પ્રેમ) અને ‘તસવ્વુફ’ (આધ્યાત્મિક પ્રેમ) બંનેમાં ઉત્તમ ભૂમિકાએ પહોંચતા અશઆર શૂન્યનાં સર્જનોમાં સાંપડે છે.’
બિનસાંપ્રદાયિક વ્યક્તિત્વ ધરાવતા આ કવિ-ગઝલકાર પોતાનો પરિચય આમ આપે છેઃ
{{Poem2Close}}
<poem>
<center>
'''‘પરિચય છે મંદિરમાં દેવોને મારો, '''
::: '''અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.'''
'''નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી,'''
::: '''તમારા પ્રતાપે બધા ઓળખે છે.’'''
</poem>
</center>
{{Poem2Open}}
આ ગઝલકારને દરદનો બરાબર પરિચય છે, આથી જ તો એ ગઝલકારના મિજાજપૂર્વક, શેરિયતપૂર્વક, ગઝલિયતપૂર્વક કહે છેઃ
{{Poem2Close}}
<poem>
<center>
'''‘તબીબોને કહી દો કે માથું ન મારે, '''
::: '''દરદ સાથે સીધો પરિચય છે મારો;'''
'''હકીકતમાં હું એવો રોગી છું જેને,'''
::: '''બહુ સારી પેઠે દવા ઓળખે છે.’'''
</poem>
</center>
{{Poem2Open}}
આ કવિએ – ગઝલકારે વેદાંતના તત્ત્વજ્ઞાનનો મહિમા પણ તેમની ગઝલોમાં ગાયો છે; જેમ કે –
{{Poem2Close}}
<poem>
<center>
'''‘ ‘શૂન્ય’માંથી આવ્યા’તા ‘શૂન્ય’માં જવાનું છે, કોણ રોકનારું છે?'''
'''નાશ ને અમરતાની શૃંખલાઓ કાપીને લો અમે તો આ ચાલ્યા.’'''
</poem>
</center>
{{Poem2Open}}
‘શૂન્ય’માંથી ‘આવવું’ અને ‘શૂન્ય’માં ‘ભળી જવું’ની વાત કેટલી સહજતાથી ગઝલરૂપ પામી છે. કેટલી નિર્ભીક રીતે કવિ મૃત્યુનો સ્વીકાર કરે છે! ‘અલખ’ ‘નિરંજન’ પણ આ ગઝલકારમાં આશ્ચર્ય થાય એ રીતે પ્રગટે છે.
શ્રી ચંદ્રકાન્ત બક્ષીએ લખ્યું છેઃ
‘શૂન્ય’ જેવું વિરાટ, બ્રહ્માંડ જેટલું અદ્ભુત તખલ્લુસ પસંદ કરનાર માણસ મુસ્લિમ છે, પણ હિંદુ મિથ, કલ્પન, બિંબ અને સંસ્કૃતના શબ્દપ્રયોગોને એ જે અધિકારથી કવિતામાં વાપરી શકે છે, આનંદાશ્ચર્ય આપે છે.’
બક્ષીની વાતના સમર્થનમાં આ પંક્તિઓ જુઓઃ
{{Poem2Close}}
<poem>
<center>
'''‘સત્ય અને સુંદરની સાથે શિવ નજરમાં રાખે છે.'''
'''ઝેર જગતભરનું પીવાની હામ જિગરમાં રાખે છે,'''
'''કેવો ઐક્ય-વિધાતા છે મુજ દેશ, જમાનો શું સમજે?'''
'''સર્પ, મયૂર અને મૂષક જે એક જ ઘરમાં રાખે છે.’'''
</poem>
</center>
{{Poem2Open}}
જીવનમાં અનેક દુઃખો વેઠીને, દુઃખોને નહીં ગાંઠીને ‘તગઝ્ઝુલ’ (વ્યવહાર જગતનો પ્રેમ)થી તસવ્વુફ (આધ્યાત્મિક પ્રેમ)ના શિખર ભણી સફળ ગઝલયાત્રા તથા જીવનયાત્રા કરનાર શૂન્યસાહેબને સો સો સલામ.
{{Right|— ઊર્મિલા ઠાકર}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૫૧. રસ્તો
|next =
}}
26,604

edits

Navigation menu