યાત્રા/તવ ચરણે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|તવ ચરણે| }} <poem> અમને રાખ સદા તવ ચરણે, મધુમય કમલ સમા તવ શરણે. અમ તિમિરે તવ તેજ જગવજે, અમ રુધિરે તવ બલ પેટવજે, અમ અંતરમાં તવ પદ ધરજે. {{space}} અમને રાખ સદા તવ ચરણે. અગાધ ઓ આકાશ સમાં તવ, અમ ચૈ...")
(No difference)

Revision as of 10:21, 18 November 2022

તવ ચરણે

અમને રાખ સદા તવ ચરણે,
મધુમય કમલ સમા તવ શરણે.

અમ તિમિરે તવ તેજ જગવજે,
અમ રુધિરે તવ બલ પેટવજે,
અમ અંતરમાં તવ પદ ધરજે.
          અમને રાખ સદા તવ ચરણે.

અગાધ ઓ આકાશ સમાં તવ,
અમ ચૈતન્ય બનાવ મહાર્ણવ,
અમને આપ સકલ તવ વૈભવ.

અમને રાખ સદા તવ ચરણે.
કમલ સમા તવ મધુમય શરણે.
માર્ચ, ૧૯૪૫