યાત્રા/અહો ગગનચારિ!: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અહો ગગનચારિ!|}} <poem> અહો ગગનચારિ! આવ, ઝડપી તું લે લે મને, ઝૂકી ગહન ગુંબજોથી તવ ઉગ્ર પંજે મને ઉઠાવ, મુજ ભોં-ઢળી શિથિલ મૃણ્મયી કાયને. ભલે ત્વચ તૂટો, ફૂટો હૃદય, માંસમજ્જા બધું બનો સમિધ...") |
(No difference)
|
Revision as of 10:23, 18 November 2022
અહો ગગનચારિ!
અહો ગગનચારિ! આવ, ઝડપી તું લે લે મને,
ઝૂકી ગહન ગુંબજોથી તવ ઉગ્ર પંજે મને
ઉઠાવ, મુજ ભોં-ઢળી શિથિલ મૃણ્મયી કાયને.
ભલે ત્વચ તૂટો, ફૂટો હૃદય, માંસમજ્જા બધું
બનો સમિધ તાહરા ઉદરઅગ્નિમાં ઉજ્જ્વલ,
કશું ન વસમું જ એ, વસમું માત્ર આ જીવવું
ધરા-તમસમાં પ્રમગ્ન મૃદભક્ષી આ કીટનું.
મહાઉદર તાહરે રુધિર માંસ મજ્જા થશે
તવાંશ, ગગનો ઘૂમંતી તવ ઊર્મિ થૈ ઘૂમશે;
નથી અધિક સિદ્ધિ એથી — તવ હસ્તના મૃત્યુથી.
અહો ગગનનાથ! સાવ પવનોની પાંખે ચડી,
ભલે તું લઈ આવ સાથ શત મૃત્યુ કેરી ઝડી.
જુલાઈ, ૧૯૪૦