યાત્રા/તવ ચરણે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
તવ ચરણે

અમને રાખ સદા તવ ચરણે,
મધુમય કમલ સમા તવ શરણે.

અમ તિમિરે તવ તેજ જગવજે,
અમ રુધિરે તવ બલ પેટવજે,
અમ અંતરમાં તવ પદ ધરજે.
         અમને રાખ સદા તવ ચરણે.

અગાધ ઓ આકાશ સમાં તવ,
અમ ચૈતન્ય બનાવ મહાર્ણવ,
અમને આપ સકલ તવ વૈભવ.

         અમને રાખ સદા તવ ચરણે.
         કમલ સમા તવ મધુમય શરણે.

માર્ચ, ૧૯૪૫