યાત્રા/ઝીણું ઝરણું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઝીણું ઝરણું|}} <poem> આ એક અહીં ઝીણું ઝરણું, કો વનપરીનું ભમતું ચરણું. {{space}} આ એક અહીં ઝીણું ઝરણું. કો પંખીડું કલકલ ટહુકે, કો વેલ લચી ફુલફુલ ઝૂકે, મારું મનડું માઝા આંહી મૂકે. {{space}} આ એક અહ...") |
(No difference)
|
Revision as of 05:19, 22 November 2022
ઝીણું ઝરણું
આ એક અહીં ઝીણું ઝરણું,
કો વનપરીનું ભમતું ચરણું.
આ એક અહીં ઝીણું ઝરણું.
કો પંખીડું કલકલ ટહુકે,
કો વેલ લચી ફુલફુલ ઝૂકે,
મારું મનડું માઝા આંહી મૂકે.
આ એક અહીં ઝીણું ઝરણું.
કો સૌરભ વહી લાવી લહરી,
કો છલકી શી મધુની ગગરી,
મારી આંખ પીએ ઘૂંટઘૂંટ ભરી.
આ એક અહીં ઝીણું ઝરણું.
ઓ સારસ જોડ ઊડી ગગને,
આ તરુવર ડોલી રહ્યાં પવને,
મારું સ્વપ્ન રમે જાણે આજ વને.
આ એક અહીં ઝીણું ઝરણું.
૧૨ ઑક્ટોબર, ૧૯૪૭