આત્માની માતૃભાષા/23: Difference between revisions

Jump to navigation Jump to search
m
No edit summary
 
(5 intermediate revisions by one other user not shown)
Line 3: Line 3:
{{Heading|‘લોકલમાં’ વિશે | નિરંજન ભગત}}
{{Heading|‘લોકલમાં’ વિશે | નિરંજન ભગત}}

<center>'''લોકલમાં'''</center>
<poem>
<poem>
એની દીઠી ન નજરે મુખમાધુરી મેં.
એની દીઠી ન નજરે મુખમાધુરી મેં.
Line 41: Line 42:
{{Right|મુંબઈ, સપ્ટેમ્બર ૧૯૩૬}}
{{Right|મુંબઈ, સપ્ટેમ્બર ૧૯૩૬}}
</poem>
</poem>
 
<br>
{{Poem2Open}}
{{Poem2Open}}

Line 51: Line 52:
લોકલના ડબ્બામાં બે ખાનાં છે. પ્રત્યેક ખાનામાં બેઠકો માટે બે પાટિયાં છે. એક ખાનામાં વૃદ્ધના મોંની સામે એમનું મોં હોય એમ એક પાટિયા પર સન્નારી બેઠાં છે. જે દિશામાં સન્નારીનું મોં હોય એ જ દિશામાં મોં હોય એમ બીજા ખાનામાં એક પાટિયા પર કાવ્યનાયક બેઠા છે. અને એ જ ખાનામાં સામેના પાટિયા પર વૃદ્ધ બેઠા છે. આમ, સન્નારી વૃદ્ધની સામે અને કાવ્યનાયકની પૂંઠે બેઠાં છે. સૌ પ્રવાસીઓ એમની બેઠક પર સ્થિત-સ્થિર છે. લોકલ વેગીલી છે, ગતિમાં છે. સર્વત્ર સંપૂર્ણ મૌન છે, શાંતિ છે. કંઈક જે અવાજ છે તે માત્ર લોકલના ધબકાર અને તાલનો અવાજ છે. આ પરિસ્થિતિમાં કાવ્યનાયકને એકસાથે સૌંદર્ય અને કરુણતાનું સહસા દર્શન થાય છે.

‘લોકલમાં'માં ૩ ખંડ છે: ખંડ ૧ (પંક્તિ ૧-૧૧)માં કાવ્યનાયકને સૌંદર્યનું દર્શન થયું હતું એનો ઉલ્લેખ છે. ખંડ ૨ (પંક્તિ ૧૨-૨૩)માં કાવ્યનાયકને સૌંદર્યનું ક્ષણિક દર્શન થયું હતું એના કારણનો ઉલ્લેખ છે. ખંડ ૩ (પંક્તિ ૨૪-૩૦)માં કાવ્યનાયકને સૌંદર્યનું ક્ષણિક દર્શન થયું હતું તે ક્ષણિક નહિ પણ દીર્ઘકાલીન દર્શન હતું એનો ઉલ્લેખ છે.

{{Poem2Close}}

<center>ખંડ ૧ (પંક્તિ ૧-૧૨)</center>
<center>ખંડ ૧ (પંક્તિ ૧-૧૨)</center>
<poem>
એની દીઠી ન નજરે મુખમાધુરી મેં.
એની દીઠી ન નજરે મુખમાધુરી મેં.
દેખાત તો ઘણીય ડોક ફિરાવતામાં;
દેખાત તો ઘણીય ડોક ફિરાવતામાં;
Line 64: Line 67:
વેગીલી લોકલ તણા ધબકાર તાલે
વેગીલી લોકલ તણા ધબકાર તાલે
ધીરે ધીરે ઊછળી મસ્ત ઢળી રહંતું.
ધીરે ધીરે ઊછળી મસ્ત ઢળી રહંતું.
</poem>
{{Poem2Open}}
ખંડ ૧માં કાવ્યનાયક વારંવાર કહે છે કે એમણે સન્નારીના સૌંદર્યનું સ્વાનુભવનું આત્મલક્ષી દર્શન કર્યું ન હતું. એમણે એમની આંખે સન્નારીને જોયાં ન હતાં, સન્નારીના સૌંદર્યને જોયું ન હતું. જોકે સન્નારી તો કાવ્યનાયકની પૂંઠે જ બેઠાં હતાં. છતાં ‘દીઠી ન નજરે', ‘દેખાત તો ઘણીય ડોક ફિરાવતામાં; જોયું ન કિંતુ ફરીને જરી, ના જ જોયું.', ‘દીઠેલ આ નયનથી ન સ્વયં અરે મેં’ કાવ્યનાયકે પ્રવાસના આરંભથી અંત લગીમાં ક્યારેય એમની આંખે સન્નારીને જોયાં ન હતાં, એમના સૌંદર્યને જોયું ન હતું એમ વારંવાર કહે છે છતાં અથવા એથી જ તેઓ કહે છે, ‘ને તોય તે ક્ષણક્ષણે મુજ અંતરે તો એ સૌમ્યરેખ રસમૂર્તિ તરે અનસ્ત.’ ‘એનાં હશે પ્રણયકામણપૂર્ણ નેણ, ધીરે ઢળી ઉછળતું ય હશે જ હૈયું.', ‘તોયે કહું અમૃતકોશ હશે જ હૈયું વેગીલી લોકલ તણા ધબકાર તાલે ધીરે ધીરે ઊછળી મસ્ત ઢળી રહેતું.’ કારણ કે તેઓ સન્નારીના સૌંદર્યનું દર્શન કરી ચૂક્યા છે. આ સમગ્ર કાવ્ય એમને સન્નારીના સૌંદર્યનું દર્શન કર્યું તે પછીનો એમનો ઉદ્ગાર છે. આમ, આ સમગ્ર કાવ્ય એ કાવ્યનાયકનું પશ્ચાત્દર્શન છે. જો કાવ્યનાયકે એમની આંખે સન્નારીને જોઈ ન હતી, સન્નારીના સૌંદર્યનું દર્શન કર્યું ન હતું તો એમણે એમ કેમ કર્યું હતું? ખંડ ૨માં એનો ઉત્તર છે, એનું કારણ છે.

<center>ખંડ ૨ (પંક્તિ ૧૨-૨૩)</center>
<center>ખંડ ૨ (પંક્તિ ૧૨-૨૩)</center>
હું તો શું જાણું, પણ સામી જ બેઠકે કો
હું તો શું જાણું, પણ સામી જ બેઠકે કો
Line 79: Line 85:
એ વૃદ્ધનાં પરમ તૃપ્ત પ્રસન્ન નેત્રે
એ વૃદ્ધનાં પરમ તૃપ્ત પ્રસન્ન નેત્રે
મેં એક જોઈ છબી ડોલતી લોલ મસ્ત.
મેં એક જોઈ છબી ડોલતી લોલ મસ્ત.
</poem>
{{Poem2Open}}
ખંડ ૨ના આરંભમાં જ કાવ્યનાયક કહે છે, ‘હું તો શું જાણું…’ સન્નારી કાવ્યનાયકની પૂંઠે જ બેઠાં છે છતાં એમણે એમની આંખે સન્નારીને જોયાં નથી. સન્નારીના સૌંદર્યને જોયું નથી. એથી એમને સન્નારીના સૌંદર્યની જાણ નથી, અરે, એમના અસ્તિત્વ સુધ્ધાંની જાણ નથી. ‘પણ સામી જ બેઠકે ર્કોબેઠેલ વૃદ્ધ.’ એ વૃદ્ધ શું કરી રહ્યા હતા? ‘જરી ફેરવી ક્ષીણ નેત્ર જે આમતેમ, કદી ઝોકુંય ખાઈ લેતો. એ ક્ષીણ લોચન મહીં કહીંથી ય ત્યાં તો મેં જોઈ, જોઈ સહસા ભભૂકંતી આગ. આંખો કરી જરઠ કોટિક રોમ કેરી …તાકી જોતો ને કૈં ચિરંતૃષિત ચક્ષુથી પી રહંતો.’ કાવ્યનાયકે વૃદ્ધ આમ કરી રહ્યા હતા એ જોયું પછી એમણે ‘પૂંઠ ફેરવી ન જોયું સ્વયં જરીકે કે કૈં હતી જરૂર ના.’ કારણ કે એમની ‘આંખ સામે એમણે’ એ વૃદ્ધનાં પરમ તૃપ્ત પ્રસન્ન નેત્રે… મેં એક જોઈ છબી ડોલતી લોલ મસ્ત.’ એથી જ કાવ્યનાયકે એમની આંખે સન્નારીને જોયાં ન હતાં; એમના સૌંદર્યને જોયું ન હતું.

આમ, કાવ્યનાયકે સન્નારીના સૌંદર્યનું પરાનુભવનું પરલક્ષી દર્શન કર્યું હતું. માત્ર સન્નારીના સૌંદર્યનું જ નહિ, સાથે સાથે વૃદ્ધની કરુણતાનું પણ દર્શન કર્યું હતું. એમણે સન્નારીના સૌંદર્યના દર્શનથી વૃદ્ધના ક્ષીણ ચિરંતૃષિત ચક્ષુને ક્ષણેક માટે પરમ તૃપ્ત પ્રસન્ન નેત્ર થતાં પણ જોયાં હતા. આમ, ક્ષણેક માટે વૃદ્ધ જીવી ગયા હતા. આમ, એમણે એકસાથે વૃદ્ધની કરુણતા અને પ્રસન્નતાનું દર્શન કર્યું હતું. આ છે સૌંદર્યનો કીમિયો, સૌંદર્યની ભૂરકી, સૌંદર્યનો જાદુ! આમ, કાવ્યનાયકને એકસાથે સૌંદર્ય, કરુણતા અને પ્રસન્નતાનું દર્શન થયું હતું, કરુણમધુર સૌંદર્યનું દર્શન થયું હતું. એથી માત્ર વૃદ્ધ જ નહિ પણ કાવ્યનાયક પણ ધન્ય થયા હશે. એમણે એમની આંખે સન્નારીના સૌંદર્યનું દર્શન કર્યું હોત તો એમને આ ધન્યતાનો અનુભવ ન થયો હોત.  

વળી વૃદ્ધની કરુણતા અને પ્રસન્નતા દ્વારા સન્નારીનું સૌંદર્ય પણ પ્રગટ થયું હતું. હોમરે ‘ઇલિયડ'માં ક્યાંય હેલનના સૌંદર્યનું પ્રત્યક્ષ વર્ણન કર્યું નથી. અન્ય પાત્રોના નેત્ર પર, વર્તન પર, વ્યક્તિત્વ પર એના સૌંદર્યના પ્રભાવ પરથી, પાત્રોના પ્રત્યાઘાત પરથી હેલનના સૌંદર્યનું પરોક્ષ સૂચન કર્યું છે. Beauty is what beauty does. આ છે સૌંદર્યનું દર્શન. અહીં પણ ઉમાશંકરે કાવ્યનાયકને સન્નારીના સૌંદર્યનું પ્રત્યક્ષ દર્શન કરાવ્યું નથી, પણ વૃદ્ધના નેત્ર પર, વર્તન પર, વ્યક્તિત્વ પર એના સૌંદર્યના પ્રભાવ પરથી, પ્રત્યાઘાત પરથી એના સૌંદર્યનું પરોક્ષ દર્શન કરાવ્યું છે. ઉમાશંકર પ્રશિષ્ટ કલાકાર-કવિ છે!

<center>ખંડ ૩ (પંક્તિ ૨૪-૩૦)</center>
<center>ખંડ ૩ (પંક્તિ ૨૪-૩૦)</center>
લાવણ્યમૂર્તિ મુજ નેત્રથી જોઈ જાતે
લાવણ્યમૂર્તિ મુજ નેત્રથી જોઈ જાતે
Line 91: Line 101:
વિશ્વો ઉછાળી ઢળતું વળી મત્ત હૈયું
વિશ્વો ઉછાળી ઢળતું વળી મત્ત હૈયું
ને બે વસંત-લચતી કરવેલ રમ્ય.
ને બે વસંત-લચતી કરવેલ રમ્ય.
</poem>
{{Poem2Open}}
અગાઉ પણ કાવ્યનાયકે કહ્યું હતું, ‘મેં પૂંઠ ફેરવી ન જોયું સ્વયં જરીકે. કે કૈં હતી જરૂર ના! અહીં ખંડ ૩માં એના પુનરાવર્તન પછી કહે છે, ‘લાવણ્યમૂર્તિ મુજ નેત્રથી જોઈ જાતે મેં હોત, તેથી અદકા રસરૂપરંગે એ કાલજર્જરિત નેત્ર મહીં નિહાળી.’ કાવ્યનાયકે સન્નારીના સૌંદર્યનું સ્વાનુભવનું આત્મલક્ષી દર્શન કર્યું હોત તો એ સૌંદર્ય કરુણમધુર સૌંદર્ય ન હોત; તો એમને વૃદ્ધની કરુણતા અને પ્રસન્નતાનું દર્શન પણ થયું ન હોત. એથી જ એ કહે છે કે હવે જ એમણે એ વૃદ્ધના કાલજર્જરિત નેત્રમાં એ સન્નારી અને એમના સૌંદર્યનું કંઈક અનન્ય રસરૂપરંગે જોઈ હતી. અને એથી સ્તો હવે એક વાર જોયા પછી કાવ્યનાયક હજીયે હૃદય ભરી ભરીને વૃદ્ધના એ નેત્રને અને એમાં સન્નારીની લાવણ્યમૂર્તિ છે, એમાં જે ‘વિશ્વો ઉછાળી ઢળતું વળી મત્ત હૈયું ને બે વસંત-લચતી કરવેલ રમ્ય’ છે એને જોયાં કરે છે.

અહીં કાવ્યની પરાકાષ્ઠા પ્રગટ થાય છે. વડ્ઝવર્થે ‘The Solitary Reaper'માં એક એકાકી ગ્રામકવિનું ગીત સાંભળ્યા પછી કાવ્યને અંતે કહ્યું છે, ‘The music in my heart I bore Song after it was heard no more.’ તેમ ઉમાશંકરે પણ કાવ્યનાયકના મુખે જાણે કે એવો જ કંઈ ઉદ્ગાર ઉચ્ચારાવ્યો છે, ને એક વાર નીરખેલ તહીં હજી યે જોયાં કરું ઉર ભરી ભરી નેણ એનાં.’ ‘The beauty in my heart I bore Song after it was seen no more.

Line 96: Line 108:
બોદલેરે કહ્યું છે કે આધુનિક મહાનગરમાં ડગલે ને પગલે રહસ્યોનું દર્શન થાય છે. પછી શું પૅરિસ હોય, શું મુંબઈ હોય, કે શું જગતનું કોઈ પણ મહાનગર હોય, પણ એ દર્શન માટે દૃષ્ટિ હોય તો. બોદલેરે એ પણ કહ્યું છે કે આધુનિક મહાનગરમાં મનુષ્યો ભલે ‘ties and shoes'માં હોય પણ કોઈ પણ મહાકાવ્ય, મહાનાટક કે મહાનવલકથાના નાયક જેટલા જ ભવ્ય છે. ‘લોકલમાં’ વૃદ્ધ એક એવું ભવ્ય પાત્ર છે.

‘લોકલમાં'માં ઉમાશંકરનું સૌંદર્યનું તથા વૃદ્ધાવસ્થાની કરુણતા અને પ્રસન્નતાનું જે દર્શન છે તે ગુજરાતી કવિતામાં વિરલ છે અને પરલક્ષી સાધર્મ્ય દ્વારા એની જે નાટ્યાત્મક અભિવ્યક્તિ છે એ એથી યે વધુ વિરલ છે.

'''પૃથક્કરણથી પર એવા સૌંદર્યની ગતિ…'''
<center>'''પૃથક્કરણથી પર એવા સૌંદર્યની ગતિ…'''</center>
{{Right|સુરેશ દલાલ}}<br>
{{Right|સુરેશ દલાલ}}<br>
ઉમાશંકર જોશીને એક મુલાકાતમાં પુછાયું હતું: ‘તમારી કોઈ અત્યંત મહત્ત્વની કૃતિ સહૃદયોની નજર બહાર રહી ગઈ હોય એવું બન્યું છે? તો કઈ કૃતિ?’ ત્યારે એમણે જવાબ આપ્યો, ‘લોકલ'માં. પણ તે ભાઈ નિરંજન ભગતે પછીથી પકડી પાડ્યું છે. એનો અર્થ એવો થયો કે ઉમાશંકરને જે કાવ્ય મહત્ત્વનું લાગ્યું હતું તે કાવ્ય નિરંજન ભગત સિવાય અન્ય કોઈ વિવેચકની નજરે એટલું ચડ્યું નહોતું.

Line 104: Line 116:
સૌંદર્યના બાહ્યપ્રવેશથી આંતરપ્રવેશની અહીં વાત છે. સગી નજરે જોયું હોત એના કરતાં અન્યની નજરે જોઈને કવિએ જે જાણ્યું-માણ્યું અને મનોમન વખાણ્યું છે એનું આ અનુભવનિષ્ઠ કાવ્ય જરા જુદા સંદર્ભમાં રાજેન્દ્ર શાહના ગીત ‘તને જોઈ જોઈ તોયે તું અજાણી'ની પણ યાદ આપે છે. કેટલાંક સૌંદર્ય એવાં હોય છે કે એ હૃદયમાં કાયમને માટે જડાઈ જાય છે. સૌંદર્યના અપ્રત્યક્ષ અનુભવનું આ એક જુદું પડી આવતું કાવ્ય છે. જોયું છે છતાં નથી જોયું, નથી જોયું છતાં યે કંઈક વિશેષ જોયું છે. એક બાજુ યૌવનની મુગ્ધતા છે, બીજી બાજુ વૃદ્ધ નજરની પરિપક્વતા છે. વૃદ્ધનાં નેત્ર કાલજર્જરિત છે પણ યુવકના અંતરમાં મઢાયેલું સૌંદર્ય તો મોનાલીસાના સ્મિત જેવું છે. આ સૌંદર્ય મનોમન માણવાનું હોય, એનું પૃથક્કરણ કરવાનું હોતું નથી.

{{HeaderNav2
|previous = 22
|next = 24
}}

Navigation menu