આત્માની માતૃભાષા/60: Difference between revisions

Jump to navigation Jump to search
m
No edit summary
 
(2 intermediate revisions by one other user not shown)
Line 2: Line 2:

{{Heading|‘સ્વપ્નોને સળગવું હોય તો —’ વિશે| ચંદ્રકાન્ત શેઠ}}

<center>'''સ્વપ્નો ને સળગવું હોય તો –'''</center>
<poem>
<poem>
સ્વપ્નોને સળગવું હોય તો બધીય સગવડ છે,
સ્વપ્નોને સળગવું હોય તો બધીય સગવડ છે,
Line 101: Line 103:
{{Poem2Open}}
{{Poem2Open}}
સ્વપ્નવિશ્વ મનુષ્યના મનોવિશ્વનો જ ઇલાકો. મનુષ્ય સ્વપ્નદ્રષ્ટા ને સ્વપ્નદ્રષ્ટા થાય તો સારાં સ્વપ્નો માટે જ થાય ને? પોતાનું સુખ વધે, શક્તિ વિકસે, આનંદ વિસ્તરે અને આસપાસની સૌ સૃષ્ટિ સાથેના પોતાના સંબંધો મધુમય થાય — સંવાદમધુર થાય એવી એવી ખેવનાઓ ને તદનુવર્તી ખ્યાલોમાંથી મનુષ્યની સ્વપ્નસૃષ્ટિનો આવિર્ભાવ થતો હોય છે. મનુષ્ય માટે એ આશ્ચર્યલોક પણ ખરો ને આનંદલોક પણ ખરો; પરંતુ આજના કઠોર — વિષમ હવામાનમાં મનુષ્યનો એ સ્વપ્નલોક સલામત છે ખરો? કવિ સાભિપ્રાય કહે છે:

{{Poem2Close}}
<poem>
“સ્વપ્નોને સળગવું હોય તો બધીય સગવડ છે,
“સ્વપ્નોને સળગવું હોય તો બધીય સગવડ છે,
બજારના કોલાહલનાં કાષ્ઠ અને મીંઢા મૌનનો તણખો.”

</poem>
{{Poem2Open}}
વાસ્તવજીવનમાં જે ન હોય તેનો અભાવ પૂરવા મનુષ્ય સ્વપ્નો તરફ વળતો હોય છે; પરંતુ એ પરિસ્થિતિ પણ હાલ જાણે બચી નથી! માણસને મૂંગાં મૂંગાં શારી નાખે — વહેરી નાખે એવી નિષ્ઠુર — એવી વિધ્વંસક સંવેદનહીનતા પ્રવર્તે છે; માણસને ખરીદ-વેચાણની એક ચીજ (‘કૉમોડિટી’) તરીકે જોનારી મૂલ્યભ્રષ્ટ કે મૂલ્યહીણ બજારુ રૂખની બોલબાલા બધે ફરી વળી છે. ભદ્ર જનોને શ્વાસ લેતાંયે અકળામણ થાય એવો માહોલ છે.

જ્ઞાનવિજ્ઞાનની તેમજ બૌદ્ધિકતાની પ્રગતિ પર મુસ્તાક માનવજાત ભાનભૂલી વીસમી સદીના પહેલા પચાસ વર્ષમાં જ બે વિશ્વયુદ્ધો તો કરી બેઠી. માનવતાના મૂલ્યહ્રાસના ભૂંડા પરિણામરૂપ લાખો-કરોડોની હત્યા જોવા મળી. પરમાણુવિસ્ફોટે જે વિભીષિકાનું નિર્માણ કર્યું તેની વાત કરતાં ‘સંવાદિતાના સાધક’ કવિ ઉમાશંકર કહે છે:

:::: “ભસ્મપુંજીભૂત હિરોશીમાની
:::: “ભસ્મપુંજીભૂત હિરોશીમાની
ખાક લલાટે લગાડેલી અણુસંસ્કૃતિનું કંકાલહાસ્ય

દસકાઓની ભેખડોએ પડઘાય.”
દસકાઓની ભેખડોએ પડઘાય.”
</poem>
{{Poem2Open}}
માનવજાતે આ યુદ્ધો દરમિયાન ‘ભીતિના પેંતરા’ ‘સર્વનાશસજ્જતા'માં પરિણમતા જોયા. કૌરવસભામાં અર્થના દાસ થઈને બેઠેલા ભીષ્મ-દ્રોણના જેવી આજની પરિસ્થિતિમાં સજ્જનોની ‘અકિંચિત્કર’ અવસ્થા — એમની નિષ્ક્રિયતા આ કવિને વ્યથિત કરે છે. સર્વને ગ્રસી જાય એવાં બજારુ મૂલ્યોના ડાકલાએ એવી ભૂતાવળ ખડી થઈ છે કે સાત્ત્વિકતા, સ્નેહ, સંવાદ જેવા સુજનતાના મૂળભૂત ભાવોની સેરને — સરવાણીને દ્વેષ, વેર જેવાં આસુરી તત્ત્વોની અગ્નિજ્વાળામાંથી કેમ બચાવવી એ મસમોટી સમસ્યા બની રહી છે.

તેઓ આજની સંસ્કૃતિમાં જે વિસંવાદિતા ને વૈષમ્ય છે તેની મર્યાદા બરોબર જોઈ શક્યા છે. મૂડીવાદ, સામ્રાજ્યવાદ, સામ્યવાદ જેવા કેટલાયે વાદોના પુરસ્કર્તાઓ ને પોશિંદાઓ વાસ્તવમાં તો એક યા બીજા પ્રકારે ખેડૂતો, કારીગરો ને મજૂરોની કેડ પર — ખભા પર ચડી બેસીને તાગડધિન્ના કરનારી, એમના નામે પોતાનું ડોઝરું ભરનારા શોષણખોરોની જમાતના જ પ્રતિનિધિઓ છે. ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ શમાવી શકે એવી શાસનવ્યવસ્થા, સમાજવ્યવસ્થા કે અર્થવ્યવસ્થા તેઓ ગોઠવી કે નિભાવી શક્યા નથી. વિષમતા ને વિચિત્રતા તો એવી છે કે ભર્યાંભર્યાં બજારો તથા હર્યાંપૂર્યાં ખેતરોની આગળ જ કરોડો માણસો મૂઠી ધાન માટે વલખાં મારતાં જીવતરને ઘસડી રહ્યાં છે. જડવાદ અને ભૌતિકવાદમાં, સંપત્તિવાદ અને ભોગવાદમાં અટવાયેલા આજના માણસ સમક્ષ તો નઘરોળ સ્થૂળતાની ભીંસવાળું આવું ચિત્ર ઊપસે છે:

Navigation menu